આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી રાજસ્થાનની મુલાકાતે ગયા હતા. રાજસ્થાનના સીકરથી દેશભરના સાડા આઠ કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પીએમ મોદીએ અશોક ગેહલોતના પ્રોટોકોલ વિવાદ વચ્ચે કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ કેટલાક દિવસોથી બીમાર છે. તેને પગમાં તકલીફ છે, તેથી તે આવી શક્યા નથી. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું અને રાજસ્થાનને નવી ભેટની શુભેચ્છા પાઠવું છું.
राजस्थान के लोगों का स्नेह मुझे बार-बार इस वीर धरा पर खींच लाता है। सीकर में एक विशाल जनसभा को संबोधित कर रहा हूं। https://t.co/pqtftCJJ0J
— Narendra Modi (@narendramodi) July 27, 2023
રાજસ્થાનમાં નવ મહિનામાં વડાપ્રધાનની આ આઠમી મુલાકાત
ચૂંટણીના વર્ષમાં છેલ્લા નવ મહિનામાં વડાપ્રધાનની આ આઠમી મુલાકાત હશે. પીએમ છેલ્લા નવ મહિનાથી રાજસ્થાનમાં કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં જ પીએમ 20 દિવસમાં બીજી વખત સભાને સંબોધિત કરવા રાજસ્થાન પહોંચ્યા છે. અગાઉ પીએમની આ રેલી નાગૌરમાં યોજાવાની હતી પરંતુ તેમની વ્યસ્તતાને કારણે આ રેલી મોકૂફ રાખવામાં આવી હતી. આ પહેલા 8 જુલાઈએ તેઓ મીટિંગ માટે બિકાનેર પહોંચ્યા હતા. સીકર બાદ પીએમ મોદી ફરી એકવાર 16 ઓગસ્ટે રેલી માટે રાજ્યના ખરનાલ જી શકે છે.
રાજસ્થાનના પ્રવાસ મુદ્દે ગેહલોત અને PMO વચ્ચે આરોપ-પ્રત્યારોપ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે સવારે ટ્વીટ કર્યું હતું કે, કાર્યક્રમમાંથી મારું પૂર્વ નિર્ધારિત ભાષણ હટાવી દીધું છે. હાલમાં, હું મારા ટ્વીટ દ્વારા પીએમ મોદીનું રાજસ્થાનમાં હાર્દિક સ્વાગત કરું છું. આનો જવાબ આપતાં પીએમઓએ પ્રોટોકોલને ટાંક્યો હતો. PMO દ્વારા કહેવામાં આવ્યું હતું કે, CMO ઓફિસ રાજસ્થાન દ્વારા જ એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ હાજર રહી શકશે નહીં.
રાજસ્થાનમાં આજે વિકાસના પ્રોજેક્ટોની પીએમ મોદીએ કરાવી શરૂઆત
પીએમ મોદીએ કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે, હીરોની ભૂમિ શેખાવતીને દેશ માટે અનેક વિકાસના પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળી છે. આજે પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને અહીંથી લગભગ 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આજે દેશમાં 1.25 લાખ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આજે આપણા ખેડૂતો માટે 1.5 હજારથી વધુ APO માટે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્કનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે જ દેશના ખેડૂતો માટે એક નવું યુરિયા ગોલ્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.