વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 23 જૂન દરમિયાન અમેરિકાના ત્રણ દિવસીય રાજ્ય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.
ડિજીટલ ઈન્ડિયાને જણાવ્યો વિઝનરી પ્લાન
પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક (Gift) સિટી, ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.”
A Gift for Gujarat!
"Today we are announcing the opening of our global fintech operations centre in #GIFT City, #Gujarat.
It will cement India's fintech leadership, thanks to UPI, and Aadhaar. We are going to build on that foundation and take it globally," – @sundarpichai pic.twitter.com/MaQGJQrHpi
— Harsh Sanghavi (@sanghaviharsh) June 24, 2023
ડિજિટલ ઈન્ડિયાના વખાણ કરતાં Google CEOએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતા આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જેને અન્ય દેશો અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટિમ કૂક, એલોન મસ્ક પણ મળ્યા
સુંદર પિચાઈ ઉપરાંત એલોન મસ્ક સહિત ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે પોતાને પોતાના ફેન કહ્યા હતા. ઈલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કનું કહેવું છે કે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે.