સર્વોચ્ચ અદાલતે બુધવારે સતલજ-યમુના-લિંક માટે પંજાબમાં તેની કેનાલ માટેની જમીનની મોજણી શરૂ કરવા જણાવ્યું હતું, અને તે માટે પંજાબ સરકારને સહકાર આપવા આદેશ આપ્યો હતો. તે પછી બીજા જ દીવસે ગુરૂવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, અન્ય રાજ્યને આપવા માટે પંજાબ પાસે એક ટીપું પણ પાણી નથી.
આજે મુખ્યમંત્રીએ બોલાવેલ કેબિનેટની ખાસ બેઠકમાં તે આપના નેતાએ હુંકાર સાથે જણાવ્યું હતું કે, આપણે અત્યારે અન્ય રાજ્યોને આપીએ છીએ, તેથી વધારે એક ટીપું પણ પાણી આપવાના નથી.
તે સર્વ-વિદિત છે કે સતલજ યમુના લિંક માટે, સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા કેસમાં બુધવારે ચુકાદો આવતાં સર્વોચ્ચ અદાલતે, કેન્દ્ર સરકારને તે કેનાલ માટેની ભૂમિની મોજણી તત્કાલ હાથ ધરવા જણાવ્યું હતું, જ્યારે પંજાબ સરકારને તે માટે સંપૂર્ણ સહકાર આપવા આદેશ આપ્યો હતો.
આજની કેબિનેટ-મીટીંગમાં કોઈ એજન્ડા નિશ્ચિત કરાયો ન હતો, તેમાં એસ.વાય.એલ. અંગે જ ચર્ચા કરવાની હતી. સાથે વિનોદ ધાઈએ રાજ્યના એડવોકેટ જનરલ તરીકે રાજીનામું આપ્યા પછી. તેમના સ્થાને ગુરમિંદ સિંઘને નવા એ.જી. તરીકે નિયુક્ત કરવાની એપ્રુવલ આપવાની કહી.
તેવું પણ કહેવાય છે કે પંજાબમાં પંચાયત ચૂંટણીઓમાં ફીયાસ્કો થયા પછી વિનોદ ધાઈએ રાજીનામું આપ્યું હતું.
બીજી તરફ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કેસ હારી જવા માટે વિપક્ષો, કોંગ્રેસ અને અકાળ દળે, આપ સરકાર ઉપર માછલાં ધોવાં શરૂ કર્યાં છે. ખાસ કરીને મુખ્યમંત્રી માનને ઘેર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એસ.વાય.એલ. માટે હસ્તગત કારાયેલી ૫,૩૭૬ એકર પૈકી ૪,૬૨૭ એકર ભૂમિનો માલિકી હક્ક તથા બે માર્ચાના હક્કો ૨૦૧૬ના નવેમ્બરમાં જ ડી-નોટીફાઈડ કરાયા હતા. તેમાં રેવન્યુ અધિકારીઓને સર્વે કરવા તથા રેવન્યુ એસ્ટેટ નિશ્ચિત કરવાના અધિકારો અપાયા હતા તથા મુખ્ય કેનાલમાંથી માઈગ્રેટ, કેનાલ્સ, રોવર મોહાલિ, પતિયાલા, હમેદગઢ સહીતને સિંચાઈ માટે પાણી આપવાનું હતું. તે પૂર્વે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધી પંજાબ ટર્મીનેશન ઓફ વોટર એગ્રીમેન્ટસ એક્ટ ૨૦૦૪ ગેરકાયદે છે. તેથી પંજાબ સરકારને પાણી આપવું પડયુ હતું.