દેશ દુનિયામાં આજકાલ ભારત છવાયેલું છે. ભારતને તેના વિકાસને લઈ સરાહવામાં આવી રહ્યું છે તો કોઈ ભારત દ્વારા કેળવી રહેલા તેના આંતરરાષ્ટ્રિય સંબંધોને લઈને પણ તેના વખાણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદામિર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમનું ભારત પરત્વેનું અને પીએમ મોદી તરફની તેમની સકારાત્મક વિચારસરણી દર્શાવી હતી.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમા વાત કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીના વખાણ કરતા કહી નાખ્યું કે મોદી ખુજ જ હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના નૈતૃત્વમાં ભારતે વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. આ સાથે જ તેમણે બે દેશ વચ્ચેની મિત્રતાને પણ યાદ કરી હતી.
પુતિને કહ્યું ભારત અને રશિયાના સંબંધો મજબુત
વ્લાદામિર પુતિને ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પર જણાવ્યું હતું કે મોદીની લીડરશિપમાં ભારત વિકાસની રાહ પર છે અને અમારા ભારત સાથેના સંબંદો પણ મજબુત છે. વિકાસના એજન્ડા પર કામ કરવા માટે ભારત અને રશિયા બંને એકબીજાના હિતને જોઈ રહ્યું છે. જણાવવું રહ્યું કે પુતિને આ પ્રશંસા જી-20 સમિટ કે જે તાજેતરમાં ભારતમાં દ્વારા આયોજીત કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને કરી હતી. ખાસ કરીને તેમને ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઈન્ડિયાની પહેલને વખાણી હતી.
ભારત, સફળતા અને વિકાસ
પુતિને ભારતની સફળતામાંથી શિખવાની વાત પણ કરી હતી અને કહ્યું કે ભારત પાસેથી રશિયા સ્થાનિ્ક ઉદ્યોગોને કઈ રીતે પ્રોત્સાહન પુરૂ પાડી શકે છે તેની પણ વાત કરી અને ભારતની સફળતાના ઉલ્લેખ વચ્ચે તેમણે એ પણ ઉમેર્યુ કે પહેલા તેમની પાસે લોકલ બનાવટની કાર નોહતી પણ હવે છે.
ભારત અને તેનું મેક ઈન ઈન્ડિયા
પુતિને ભારતના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના ભારોભાર વખાણ કરતા જણાવ્યું કે આપણે આપણા મિત્ર ભાગીદાર દેશ પાસેથી શિખીને તેનું અનુકરણ કરવું જોઈએ, ભારત તેનું ઉદાહરણ છે કે જે ભારતીય બનાવટના ઉત્પાદનો પર ફોકસ વધારી રહ્યા છે અને પીએમ મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સારી મહેનત કરી રહ્યા છે.