ચીનની રાજધાની બેઇજિંગમાં 80મી વિક્ટરી ડે પરેડ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પ્રસંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન સહિત અનેક મહાનુભાવોનું સ્વાગત કર્યું. પરેડ દરમિયાન ત્રણેય નેતાઓને એકસાથે ઉભા જોઈને વૈશ્વિક રાજકીય પાયાની ચર્ચાઓ તેજ થઈ ગઈ. ખાસ કરીને અમેરિકા માટે આ દ્રશ્યો રાજનૈતિક ચિંતાઓ ઊભી કરનાર સાબિત થયા.
NOW – Putin, Xi, and Kim walk side-by-side for viewing of China's largest military parade in Beijing. pic.twitter.com/NGYK8UGjJZ
— Disclose.tv (@disclosetv) September 3, 2025
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ચીનના રાષ્ટ્રપતિએ શું આ વાતનો ઉલ્લેખ કર્યો કે નહીં કે અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન ચીનને વિદેશી આક્રમણથી મુક્ત કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી? ટ્રમ્પે યાદ અપાવ્યું કે હજારો અમેરિકન સૈનિકોએ ચીન માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી અને તેમના બલિદાનને ભૂલવામાં ન આવે. તેમણે આશા વ્યક્ત કરી કે પરેડ દરમિયાન તે વીર સૈનિકોને યોગ્ય માન મળશે.
The big question to be answered is whether or not President Xi of China will mention the massive amount of support and “blood” that The United States of America gave to China in order to help it to secure its FREEDOM from a very unfriendly foreign invader. Many Americans died in…
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) September 3, 2025
ટ્રમ્પે આગળ કહ્યું કે આજે ચીન પોતાના મિત્ર તરીકે રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોને પસંદ કરી રહ્યું છે, જે અમેરિકા માટે સીધી ચેતવણી સમાન છે. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે જો શી જિનપિંગ વાસ્તવમાં અમેરિકા વિરુદ્ધ કાવતરાં રચી રહ્યા હોય તો તેઓએ તેમના “મિત્રો” વ્લાદિમિર પુતિન અને કિમ જોંગ ઉનને મારી શુભકામનાઓ જરૂરથી પહોંચાડવી જોઈએ.
આ પરેડના દ્રશ્યો વૈશ્વિક સ્તરે શક્તિ-પ્રદર્શન અને નવા ગઠબંધનોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. એક તરફ ચીન, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે નજીક આવી રહેલા સંબંધો અમેરિકાને ચિંતિત કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્રમ્પની ટિપ્પણીઓએ અમેરિકા અંદર રાજકીય ચર્ચાઓને વધુ ઉગ્ર બનાવી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આવનારા દિવસોમાં આ ઘટના અમેરિકા-ચીન સંબંધોમાં વધુ તણાવ વધારશે અને વૈશ્વિક રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel