Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ

ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ

ક્વિક કોમર્સ ક્ષેત્રની 6 કંપની વચ્ચે નિર્ણાયક યુદ્ધ શરૂ થયું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ બ્લિકિટ, સ્વિગી અને ઝેપ્ટો જેવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા મેદાનમાં ઉતરી છે. એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર, એમેઝોન નાઉ 1,000થી વધુ કેન્દ્રો દ્વારા 100 શહેરોમાં સેવા આપશે. એમેઝોન નાઉ દ્વારા આ વિસ્તરણ ₹2,800 કરોડના રોકાણનો એક ભાગ છે. તેમના આગમનથી ડાર્ક સ્ટોર્સ અને સપ્લાય ચેન માટેની લડાઈ વધુ તીવ્ર બની છે, જેનાથી હાલના ખેલાડીઓ પર માર્જિનનું દબાણ વધી ગયું છે. નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં બ્લિકિટનો બજાર હિસ્સો 54% હતો, પરંતુ ડેટમ ઇન્ટેલિજન્સ ડેટા અનુસાર, તે હવે ઘટીને 46% થઈ ગયો છે. બ્લિકિટના સીઈઓ આલ્બિદર ઢિંસાએ અગાઉ ચેતવણી આપી હતી કે, ઉદ્યોગમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ક્વિક કોમર્સનું યુદ્ધ : 5 દિગ્ગજની આક્રમણ વ્યૂહરચના અને નાણાંકીય અહેવાલ

1 બ્લિકિટ (ઝોમેટો): સ્કેલ અને પ્રીમિયમ કદ પર દાવ 

નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનું – ગ્રોસ ઓર્ડર મૂલ્ય (GOV) વાર્ષિક ધોરણે 134% ન વધીને રૂ. 9,421 કરોડ થયું છે. કંપની 1,500થી વધુ ડાર્ક સ્ટોર્સના મજબૂત નેટવર્ક સાથે દરરોજ 1મિલિયન ઓર્ડર પહોંચાડે છે.

વ્યૂહાત્મક ફાયદો: એક મુખ્ય તાકાત તેનું પ્રીમિયમ વ્ર સરેરાશ ઓર્ડર મૂલ્ય છે. જે 202 માં રૂ. 709 સુધી નો પહોંચ્યું હતું. કંપની ફક્ત ઓર્ડરની સંખ્યા પર નહીં. છે. પણ મોટા ટિકિટ કદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

2 સ્વિગીઃ વિસ્તરણ અટક્યું, નાણાકીય સ્થિતિ પર ફોકસ

કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ફક્ત 7 ડાર્ક સ્ટોર્સ ઉમેર્યા છે. છતાં, 4 ક્વાર્ટરમાં યુનિટ ઇકોનોમિક્સમાં 5-6 ટકાનો સુધારો થયો છે. નાણાકીય વર્ષ 2026માં GOV વાર્ષિક ધોરણે 69% વધીને રૂ. 7,881 કરોડ થશે. ચોથા કાર્ટરમાં રૂ. 858 કરોડનું નુકસાન.

વ્યૂહાત્મક ફાયદોઃ તાકાત પનીર અને ફ્રેશ ક્લોટેડ ક્રીમ જેવા ખાનગી લેબલ ઉત્પાદનો છે. CEO શ્રીહર્ષ મજેતીનું માનવું છે કે, હોલ ફૂડ્સ અને વોલમાર્ટ સમાન સમસ્યાઓનું નિરાકરણ લાવતા નથી.

૩. ઝેપ્ટો : IPO પહેલા નાણાકીય સ્થિતિ સુધરી

નાણાકીય વર્ષ 2026માં કંપનીની કાર્યકારી આવક બમણી થઈ છે, પરંતુ ચોખ્ખી ખાધ પણ વધીને રૂ. 5,905.19 કરોડ થઈ છે. વર્ષ ૨૦૨૬માં ઝેપ્ટોની આવક ₹22,624 કરોડ હતી. 1,139 ડાર્ક સ્ટોર્સ છે.

વ્યૂહાત્મક ફાયદોઃ નાણાકીય વર્ષ 2026ના બીજા અને ચોથા ક્વાર્ટર વચ્ચે ઓર્ડર દીઠ સમાયોજિત EBITDA ખાધ રૂ.110 થી ઘટીને રૂ. 59/ઓર્ડર થઈ છે.

4. એમેઝોન અને ફિફ્લપકાર્ટ:

દર મહિને 100 નવા ડાર્ક સ્ટોર એમેઝોને ‘એમેઝોન નાઉ* માટે રૂ. 2,800 કરોડ, જ્યારે વોલમાર્ટ-સમર્થિત લિપકાર્ટે ફિલપકાર્ટ મિનિટ્સ’ માટે રૂ. 3,248 કરોડનું રોકાણ કર્યું છે.

વ્યૂહાત્મક ફાયદોઃ એમેઝોનની તાકાત ‘પ્રાઈમ લોયલ્ટી છે. જેના લોન્ચ પછી ઓર્ડર ૩ ગણા વધ્યા છે. ફ્લિપકાર્ટ મિનિટ્સ કરિયાણા ઉપરાંત 10 મિનિટમાં ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન પણ આપી રહી છે.

 

કોણ જીતશે ₹95,000 કરોડની રેસ?

હાલ Blinkit બજારમાં આગળ છે, પરંતુ Amazonની Prime Loyalty, Flipkartની ઇલેક્ટ્રોનિક્સ ડિલિવરી, Swiggyની Private Label Strategy અને Zeptoની ઝડપી ઓપરેશનલ કાર્યક્ષમતા બજારને વધુ સ્પર્ધાત્મક બનાવી રહી છે.

આવતા મહિનાઓમાં Quick Commerce ક્ષેત્રમાં મર્જર, એક્વિઝિશન અથવા નવા બિઝનેસ મોડલ્સ પણ જોવા મળી શકે છે. હાલમાં તો ગ્રાહકો માટે વધુ વિકલ્પો અને ઝડપી ડિલિવરીનો લાભ મળવાનો છે, પરંતુ કંપનીઓ માટે નફાકારકતા જાળવવી સૌથી મોટો પડકાર રહેશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.