ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ આ મેદાન પર વર્ષ 2011 પછી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર ભારતીય ટીમની આ બીજી મેચ થવા જઈ રહી છે. જ્યારે ભારતીય ટીમે વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો ત્યારે રાહુલ દ્રવિડ તેના ક્રિકેટ કરિયરના અંતિમ તબક્કામાં હતો, જ્યારે વિરાટ કોહલીએ આ ટેસ્ટ સિરીઝથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હવે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ છે, જ્યારે વિરાટ કોહલી ટીમના સૌથી સિનિયર ખેલાડીઓમાંથી એક છે. વિરાટ કોહલીએ પહેલા જ આ મેદાન સાથે જોડાયેલી એક ખાસ યાદ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી અને હવે BCCI ટીવી પર રાહુલ દ્રવિડ અને વિરાટ બંનેએ તે ટેસ્ટ મેચ સાથે જોડાયેલી યાદોને શેર કરી છે. આ દરમિયાન રાહુલ દ્રવિડે કંઈક આવું કહ્યું, જેના પછી તેણે તરત જ યુ-ટર્ન લેવો પડ્યો હતો.
2️⃣0️⃣1️⃣1️⃣ – Team members
2️⃣0️⃣2️⃣3️⃣ – Head Coach & Batter
12 years on Rahul Dravid & Virat Kohli reminisce some special Dominica memories 😊#TeamIndia | #WIvIND | @imVkohli pic.twitter.com/HRkBLS2Lam
— BCCI (@BCCI) July 12, 2023
રાહુલ દ્રવિડે લીધો યુ-ટર્ન
રાહુલ દ્રવિડે વિરાટ સાથે જોડાયેલી તે ટેસ્ટની યાદ વિશે કહ્યું, ‘જ્યારે અમે છેલ્લી વખત અહીં રમવા આવ્યા હતા ત્યારે વિરાટ ખૂબ જ યુવા ખેલાડી હતો. જે વનડે ઈન્ટરનેશનલમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને ટેસ્ટ ટીમમાં પોતાનું નસીબ અજમાવવા આવ્યો હતો. વિરાટને પોતાની જર્ની પર ગર્વ હોવો જોઈએ. તે હવે કેવી રીતે ટીમ ઈન્ડિયાનો અનુભવી અને સિનિયર ખેલાડી બની ગયો છે, મારે તેને અનુભવી ન કહેવું જોઈએ, તે સિનિયર ખેલાડી બની ગયો છે.
વિરાટ 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે
વિરાટ અને દ્રવિડ બંનેએ આ વાતને સ્વીકારી કે તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ 10 વર્ષ પછી આ રીતે મેદાન પર આવશે. જ્યારે દ્રવિડ ટીમના મુખ્ય કોચ હશે અને વિરાટ 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યો હશે. દ્રવિડે કહ્યું કે હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને મને લાગે છે કે હું એક યુવા કોચ તરીકે મારી સફર શરૂ કરી રહ્યો છું.