રેલવે કર્મચારીઓના કામને આસાન કરવા અને ટ્રેન અકસ્માતો અટકાવવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક એસયૂવી મોટર કારને મોડિફાઈ કરીને તેને રેલવે ટ્રેક પર ચલાવવા અને ટ્રેનની સ્થિતિને રેકોર્ડ કરવા માટેની સિસ્ટમ લગાવાશે. જેને રેલવે પથ સુરક્ષા યાનનું નામ આપવામાં આવશે. જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ દેશના પહેલા રેલવે ટ્રેક સુરક્ષા વાહનને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ‘રેલવે ટ્રેક મેન’ને લોન્ચ કર્યો. આ દરમિયાન રેલવે મંત્રીએ આ સ્પેશિયલ રેલવે સુરક્ષા વાહનનું નિરીક્ષણ કર્યુ અને તેની ખાસિયત વિશે પણ જાણકારી મેળવી.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘રેલવે ટ્રેકની સિસ્ટમ ઘણી કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય છે. જો તેના તમામ પરિમાણોને ચોકસાઈથી માપવામાં આવે તો ટ્રેનની સલામતી નોંધપાત્ર રીતે વધી જાય છે. એટલા માટે ટ્રેક મેન્ટેનન્સ માટે પ્રોટોકોલ છે. આ પ્રોટોકોલને અનુસરવા માટે અમે આ રેલવે સુરક્ષા વાહનના રૂપમાં એક નવી તકનીકી પરંપરા શરૂ કરી રહ્યા છીએ.’
આ વાહન નીચે LADAR મશીન લગાયેલી છે, જેમાં હાઈ રેજ્યુલેશન કેમેરા પણ લગાવામાં આવ્યાં છે. આ સાથે તેમાં લીનિયર સ્કેનિંગની સાધનસામગ્રી પણ લગાવામાં આવી છે. તેમજ ટ્રેકની ગુમ થયેલી ક્લિપ પણ શોધી કાઢે છે. જો બે સ્લીપર વચ્ચે વધુ કે ઓછું અંતર હોય તો તે પણ શોધી શકાય છે. જ્યારે જો ટ્રેકની વચ્ચોવચ વધુ કે ઓછું ગેપ હોય તો તે પણ શોધી શકાય છે. પાટા પર કે તેની નજીક કોઈ અવરોધ હોય તો તે પણ આ સિસ્ટમ દ્વારા શોધી કાઢવામાં આવે છે.
પહેલા ચાર મહિનાનો સમય લાગતો હતો
અત્યાર સુધીમાં ટ્રેક મેન્ટેનન્સનો પ્રોટોકોલ ચાર મહિનામાં એક વખત પૂરો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વર્લ્ડ ક્લાસ મશીનોના આવવાથી ઓછા સમયમાં કામગીરી થશે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ મશીનો બનાવામાં આવી છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા તેના પાયલટ પ્રોજેક્ટની સફળતાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તમામ ઝોનમાં તેને ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રેલવે વ્હીકલની મદદથી રેલવેના ટ્રેક મેન, ગેંગ મેન અને વ્યક્તિના કામ કરવાની રીતમાં ફેરફાર થશે અને તેમના જીવનમાં ઘણો સુધારો આવશે. આગળના પાંચ વર્ષમાં આ ટ્રેક ઈન્સ્પેક્શન અને મેન્ટેનન્સ ક્ષેત્રમાં મોટી કામિયાબી હાંસલ થશે. રોડ કમ રેલ ઈન્સ્પેક્શન વાહનની કુલ લંબાઈ 5.41 મીટર છે, ઈન્સ્પેક્શન કેબિનની લંબાઈ 1 મીટરથી વધુ છે. આ વાહનમાં 3 કેમેરા છે જે 15 દિવસ સુધી રેકોર્ડિંગ કરી શકશે અને આગળના ભાગમાં આયર્ન વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. ટાટા યૌદ્ધને ફરીથી ડિઝાઈન કરીને આ વિશેષ વાહન તૈયાર કરવામાં આવ્યું છે જે તેને ટ્રેક પર ગતિ આપશે.