ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિસ્ટ વચ્ચે કઠિન સ્પર્ધા બાદ મનિકાએ તાજ પોતાના નામે કર્યો અને હવે તે થાઇલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધા 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ વૈશ્વિક સ્પર્ધામાં 130 દેશોની પ્રતિભાશાળી યુવતીઓ એક મંચ પર પોતાની સૌંદર્ય, બુદ્ધિમત્તા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરશે.
ફાઇનલમાં ઉત્તર પ્રદેશની તાન્યા શર્મા ફર્સ્ટ રનર-અપ રહી, હરિયાણાની મહેક ઢીંગરા સેકન્ડ રનર-અપ તરીકે પસંદ થઈ જ્યારે અમીષી કૌશિકે થર્ડ રનર-અપની પોઝિશન મેળવી.
મનિકા વિશ્વકર્માની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ રૂપે ગંગાનગરની રહેવાસી છે. મોડેલિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે તેણે છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીમાં નિવાસ કર્યો છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો તાજ પોતાના નામે કર્યા બાદ તેણે સ્ટેજ પર ભાવુક બનીને પોતાના મેન્ટર્સ, પરિવાર અને સાથીઓનો આભાર માન્યો. મનિકાએ જણાવ્યું કે તેની સફર સરળ નહોતી, પરંતુ આત્મવિશ્વાસ, મહેનત અને મેન્ટર્સના માર્ગદર્શનથી તેણે આ મુકામ હાંસલ કર્યો.
તેની સાથે તેણે ઉમેર્યું કે બ્યુટી પેજન્ટ માત્ર ગ્લેમર અથવા ફેશન પૂરતું નથી, પરંતુ તે વ્યક્તિના આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને જીવનના દૃષ્ટિકોણને મજબૂત બનાવે છે. “આ મારા માટે માત્ર એક ટાઇટલ નથી, પરંતુ આખી જિંદગીની એક યાત્રા છે, જે મને વધુ જવાબદાર, સંવેદનશીલ અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે,” એમ મનિકાએ કહ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel