જાળનાથ મહાદેવ નવા સાંગાણામાં શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણ લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી કથા પ્રસંગો સાથે રામકૃષ્ણ શાસ્ત્રીજીએ સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક હોવાનું જણાવ્યું છે.
રમજુબાપુનાં નેતૃત્વ સાથે નવા સાંગાણામાં ઐતિહાસિક જાળનાથ મહાદેવ સાનિધ્યમાં વર્ષોથી શ્રાવણ માસ નિમિત્તે રામચરિત માનસ કથા લાભ મળી રહ્યો છે, આ વર્ષે ૪૭મી કથા ચાલી રહી છે.
વ્યાસપીઠ પરથી કથા પ્રસંગો અને ચિંતન સાથે રામકૃષ્ણ શાસ્ત્રીજીએ સનાતન ધર્મ માટે એકઠાં નહી એક થવું આવશ્યક હોવાનું જણાવ્યું છે. તેઓએ સીતા સ્વયંવર અને અન્ય પ્રસંગોનું વર્ણન કર્યું હતું.
રામચરિત માનસ કથા ગુરુવાર તા.૧૪થી પ્રારંભ થયેલ અને આગામી શુક્રવાર તા.૨૨ના પૂર્ણાહુતિ થશે. ભાવિક શ્રોતાઓ કથા સાથે ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યાં છે. કાર્યકર્તા સેવકો જહેમત ઉઠાવી રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel