રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી, જેના કારણે લોકો ઊંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ તમામ આંચકાઓમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
મળતી માહિતી મુજબ, વહેલી સવારે ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં 3.8 તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી અંદાજે 28 કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકાનો પ્રભાવ એટલો હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી સહિત ઉપલેટા અને ધોરાજી શહેર તથા આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.
राजकोट के उपलेटा में फिर से धरती डगमगाई
सुबह 9:45 बजे 3.2 तीव्रता का भूकंप
पिछले 12 घंटों में उपलेटा में 9 झटके महसूस किए गए
शुक्रवार की सुबह राजकोट जिले की धरती फिर से हिल गई।
सुबह 6:19 से 9:45 बजे तक उपलेटा के पास 9 भूकंपीय झटके आए।
भूकंप से डरकर लोग घरों से बाहर… pic.twitter.com/M8pPlIJott
— One India News (@oneindianewscom) January 9, 2026
ઉલ્લેખનીય છે કે આ પંથકમાં ગુરુવારે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. 8 જાન્યુઆરીની રાત્રે 8:44 વાગ્યે ઉપલેટામાં પ્રથમ આંચકો 3.3 તીવ્રતાનો નોંધાયો હતો, ત્યારબાદ વધુ એક આંચકો અનુભવાયો. ત્યારપછી શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે ફરીથી 3.8 તીવ્રતાના બે આંચકા આવ્યા હતા. આ ઉપરાંત, ધોરાજીમાં સવારે 7:01 વાગ્યે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સતત આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકોએ સુરક્ષાની દ્રષ્ટિએ ઘરો ખાલી કર્યા હતા.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર સતર્ક બન્યું હતું અને સાવચેતીના પગલા રૂપે કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા તેમજ કોઈપણ આફતની સ્થિતિમાં સુરક્ષા સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel