દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાને 2 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ જે કોર્ટે સાંભળ્યો તે ખાસ કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામેના ગુનાઓના નિવારણ માટે રચાયેલી છે. કોર્ટે તેને માત્ર આજીવન કેદની જ નહીં, પરંતુ ₹10 લાખના દંડની પણ સજા આપી છે. આ પૈકી ₹7 લાખ પીડિતાને વળતર રૂપે ચૂકવવાનું રહેશે.
ચૂકાદો સાંભળીને રેવન્ના કોર્ટરૂમમાં ભાવુક બની રડી પડ્યો હતો. કેસ સંબંધિત ફરિયાદ 14 મહિના પહેલાં મૈસુર જિલ્લાના કેઆર નગરની એક સ્થાનિક મહિલા કાર્યકરે સીઆઈડીના સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવી હતી. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો ઉતાર્યો. બાદમાં અન્ય મહિલાઓ સામે પણ એવા જ પ્રકારના આરોપો સામે આવ્યા.
Karnataka | Expelled JDS Leader and former Lok Sabha MP Prajwal Revanna sentenced to life imprisonment by the Special Court for People's Representatives in connection with a rape case of a domestic worker at a farmhouse in Holenarasipura in Hassan district
(file pic) pic.twitter.com/YGEVpwzICR
— ANI (@ANI) August 2, 2025
સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 2000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને કેસમાં 123 પુરાવા રજૂ કર્યા હતા, જેમાં અનેક વીડિયો ક્લિપ્સનો સમાવેશ થાય છે. આ વીડિયો મોબાઈલથી શૂટ થયેલા હતા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ચકાસણી બાદ ઓરિજિનલ સાબિત થયા હતા. ટ્રાયલ 31 ડિસેમ્બર, 2024થી શરૂ થયું હતું અને કુલ 23 સાક્ષીઓ કોર્ટમાં રજૂ થયા હતા. આ તમામ પુરાવાઓ અને સાક્ષ્યોના આધારે 1 ઓગસ્ટે કોર્ટે રેવન્નાને દોષિત જાહેર કર્યો હતો અને 2 ઓગસ્ટે તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી.
આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે 26 એપ્રિલ, 2024ના લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન બાદ પ્રજ્વલના અનેક અશ્લીલ વીડિયો વાઈરલ થયા. ત્યાર બાદ તે અચાનક ભારત છોડીને જર્મની ભાગી ગયો હતો. તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ એસઆઈટીએ બેંગલુરુના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી. JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો, જ્યારે તેના પિતા એચડી રેવન્ના પણ એફઆઈઆર બાદ થોડા દિવસ જેલમાં રહ્યા હતા અને પછી જામીન પર મુક્ત થયા.
આ કેસે કર્ણાટકના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે અને રાજકીય સ્તરે પણ હલચલ મચાવી છે, કારણ કે આરોપી વ્યક્તિ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદના પરિવારજનોમાંનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel