આ ગીતના શબ્દોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગ, પ્રથમ વર્ષ (સામાન્ય) પાલનપુર ખાતે પ્રારંભ થયો. ગુજરાત પ્રાતના કર્ણાવતી મહાનગર, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા વિસ્તારના જિલ્લાઓમાંથી શિક્ષાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. તેમજ તેમને પ્રશિક્ષણ આપવા માટે શિક્ષકો અને વ્યવસ્થા પ્રબંધકો કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરંપરા મુજબ આ વર્ષે પણ સંઘ શિક્ષા વર્ગ તારીખ 18 મે થી 2 જુન સુધી માતૃશ્રી આર.વી. ભટોળ શાળામાં યોજાઇ રહ્યો છે. આ વર્ગના પ્રારંભમાં ભારતમાતાના ચરોણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને દીપ પ્રાગટ્ય થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આંજણા પટેલ કેળવણી મંડળના સહમંત્રી શ્રી મોગજીભાઈ ભટોળ ઉપસ્થિત રહ્યા. તેમને જણાવ્યું કે આ વર્ગ એમની સંસ્થામાં થઈ રહ્યો છે એ વાતનું તેમને ગૌરવ છે અને વર્ગમાં આવેલ સ્વયંસેવકોને આ સંસ્થા વતી હું આવકારું છું.
આ વર્ગમાં મુખ્ય સંચાલકોમાં શ્રી પરિમલભાઈ પડિત સર્વાધિકારી અને શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી વર્ગ કાર્યવાહ છે. આ વર્ગ પ્રાત: 4.૩૦ વાગ્યાથી રાત્રિ ૧૦:15 વાગ્યા સુધી વિવિધ પ્રકારના શારીરિક, બૌદ્ધિક, તેમજ સેવાકીય કાર્યક્રમોના પ્રશિક્ષણ દ્વારા સ્વયંસેવકોમાં હિન્દુત્વ, રાષ્ટ્ર અને ધર્મ માટે ગૌરવ ભાવ, નિર્માણ કરવામાં આવે છે.
15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે 4.30 થી રાત્રી 10.15 સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન થશે. 15 દિવસ વર્ગમાં મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રનો ઉપયોગની અનુમતિ નથી હોતી.
આ વર્ગમાં 314 શિક્ષાર્થી, 32 શિક્ષક તથા 39 પ્રબંધક 18 મે થી 2 જુન 2024 સુધી પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.