રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સંભવિત ડિફોલ્ટના વધતા જોખમ વચ્ચે બેંકોના અસુરક્ષિત ધિરાણ પર કડક ચકાસણી કરવા વિચારી રહી છે. અસુરક્ષિત લોન – મોટાભાગે વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ થકી હોય છે જેમાં કોઈપણ કોલેટરલ હોતું નથી તેથી ડિફોલ્ટનું વધુ જોખમ ઊભું થાય છે. આ લોન ઉંચા વ્યાજદરોના કારણે બેંકોના નફા અને માર્જિનમાં મોટો ફાળો આપતી હોય છે.
અમેરિકામં ઉત્તરોતર વધી રહેલ ક્રેડિટના ચલણની રાહે ભારત પણ અને ખાસ કરીને આજનું યુવાધન આગળ વધવા હવે આરબીઆઈ પણ એક્શનમાં મોડમાં આવી છે અને એક જ મત-‘અતિશય વૃદ્ધિ એ સંભવિત અપરાધની પ્રથમ નિશાની છેદના ઉદ્દેશ્ય સાથે બેંકોની આ લોભામણી નીતિ પર કાર્યવાહી કરતી જોવા મળી શકે છે.
આરબીઆઈના ધારા-ધોરણો મુજબ બેંકોએ દરેક લોન માટે અલાયદી રાખવાની મૂડી – અસુરક્ષિત વ્યક્તિગત લોન પર ૧૦૦ ટકા અને ક્રેેડિટ કાર્ડની બાકી રહેલી રકમ પર ૧૨૫ ટકા છે. એપ્રિલના ડેટા અનુસાર ક્રેડિટ કાર્ડ પર બેંકોની બાકી રકમ ૨ ટ્રિલિયન રૂપિયા હતી. એક વર્ષ અગાઉના ૧.૫૪ લાખ કરોડ રૂપિયાથી ૨૧ ટકા વધુ છે.
એપ્રિલમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ માટે વિન્ટેજ અપરાધ (ડેલિકવન્સિસ) અનુક્રમે ૯ ટકા અને ૪ ટકા હતા, જે પ્રી-પેન્ડેમિક સમયગાળામાં ૫-૫ ટકા હતા. શરૂઆતના છ મહિનામાંથી ૩૦ દિવસથી વધારાની બાકી ધરાવતા ખાતાને વિન્ટેજ અપરાધ કહેવાય છે.