Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

ગુજરાતના પડોશી રાજ્યમાં લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન થશે ફરજિયાત! હાઈકોર્ટે આપ્યો આદેશ

ગુજરાતના પડોશી રાજ્યમાં લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન થશે ફરજિયાત! હાઈકોર્ટે આપ્યો આદેશ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) લાગુ થયા પછી, લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે. ત્યારે હવે ગુજરાતના પડોશી રાજ્યમાં પણ આવું જ કઈક જવા થઈ રહ્યું છે. જ્યાં હાઈકોર્ટે લિવ-ઈન-રિલેશનશિપને લઈને એક મોટો અને મહત્વપુર્ણ આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા પછી લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે, ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

હાઈકોર્ટનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે?

📌 લિવ-ઈન-રિલેશનશિપના કાયદાકીય માપદંડો સ્પષ્ટ કરવા માટે આદેશ અપાયો.
📌 સહમતિપૂર્વકની લિવ-ઈન-રિલેશનશિપને કાયદેસર માન્યતા આપવા માટે રજીસ્ટ્રેશનના મુદ્દે વિચારણા.
📌 સંપત્તિ, વારસાઈ હકો અને કાયદાકીય સુરક્ષાના મુદ્દાઓને ધ્યાને રાખીને સુનાવણી.

ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય જો રાજકીય અથવા ધારાસભામાં દિશા દેખાડે, તો ગુજરાતમાં પણ લિવ-ઈન-રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ શકે છે, જેમ કે ઉત્તરાખંડમાં UCC હેઠળ થયું છે.

રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચનો નિર્દેશ

રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચે રાજ્ય સરકારને લિવ-ઈન રિલેશનશિપ માટે વેબ પોર્ટલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેટલાક લિવ-ઈન કપલ્સ દ્વારા સુરક્ષાની માંગણી કરતી અરજીઓ પર સુનાવણી કરતા જસ્ટિસ અનોપ કુમાર ઢાંડે કહ્યું કે, ‘જ્યાં સુધી આવો કાયદો ન બને ત્યાં સુધી લિવ-ઈન-રિલેશનશિપ વેબ પોર્ટલ પર રજિસ્ટર થવી જોઈએ’.

કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી

‘ઘણા કપલ ‘લિવ-ઇન’ રિલેશનશિપમાં રહે છે અને તેમના સંબંધને સ્વીકાર ન કરવા બદલ તેમના પરિવાર અને સમાજ તરફથી ધમકીઓનો સામનો કરી રહ્યા છે.’ તેથી, તેઓ કલમ 226 હેઠળ રિટ અરજીઓ દાખલ કરીને કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે.’ તેઓ બંધારણની કલમ 21 હેઠળ રક્ષણની માંગ કરી રહ્યા છે. બેન્ચે કહ્યું કે, ‘કોર્ટ આવી અરજીઓથી ભરેલી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.