અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક નવા મુક્તિ દિવસ ટેરિફની જાહેરાત કરી. તેનો હેતુ તે દેશો પર શુલ્ક લગાવવાનો હતો, જેમણે ઘણા વર્ષો સુધી અમેરિકન સામાનો પર ટેક્સ લગાવીને અમેરિકાને નુકસાન પહોંચાડ્યું. ભારત ઉત્પાદનો અને તબીબી સાધનો જેવા ક્ષેત્રોમાં સખત પરીક્ષણ અને પ્રમાણપત્ર નિયમો લાગુ કરે છે, જેનાથી અમેરિકન કંપનીઓ માટે ત્યાં પોતાના ઉત્પાદનો વેચવા મુશ્કેલ અને મોંઘા થઈ જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ જાહેર એક રિપોર્ટમાં વ્હાઈટ હાઉસે કહ્યું કે જો આ અવરોધો હટાવી દેવામાં આવે તો ભારતને થનાર અમેરિકન નિકાસ દર વર્ષે 5.3 અબજ ડોલર વધી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહી હતી આ વાત
અન્ય દેશો પર સાધ્યું નિશાન
ટ્રમ્પના ટેરિફ માત્ર ભારત સુધી મર્યાદિત નથી પરંતુ ચીન, યુરોપીય સંઘ, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશોને પણ નિશાન બનાવે છે. તેમણે એ પણ જણાવ્યું કે ચીનની યોગ્ય વેપાર નીતિઓના કારણે 2001થી 2018 ની વચ્ચે 37 લાખ અમેરિકન નોકરીઓ ખતમ થઈ ગઈ. જેનાથી વેપાર નુકસાન વધી રહ્યું છે. બુધવારે વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં ટ્રમ્પે એક ચાર્ટ બતાવ્યો, જેમાં અલગ-અલગ દેશો દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ બતાવવામાં આવ્યા હતા. તેમાં ભારત દ્વારા અમેરિકન સામાનો પર લગાવવામાં આવેલા 52% ટેરિફનો ઉલ્લેખ પણ હતો, જેના જવાબમાં હવે અમેરિકા 26% પારસ્પરિક ટેરિફ લગાવશે.