આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણી યોજાય હતી જેમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત પેનલનો ભવ્ય વિજય થયો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિભાગના ૧૦ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.
આ સાથે વેપારી વિભાગની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલના ૪ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.
આ ભવ્ય વિજયની સાથે પાર્ટીના કાર્યકર્તાઓએ વિજય બનેલા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને વિજયને વધાવ્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા એ તાપી જિલ્લાની સૌથી મોટી માર્કેટ છે. જેનું સંચાલન સતત બીજીવાર ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવ્યું છે.
હવે આવનારા સમયમાં એ જોવાનું રહ્યું કે નવા ચૂંટાયેલા સભ્યો માર્કેટના વેપારીઓ અને ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ નુ નિરાકરણ લાવશે કે નઈ તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.