છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી.
After sudden snowfall in East Sikkim, 500 stranded tourists were rescued by troops of the Trishakti Corps of the Indian Army.
Source: Indian Army pic.twitter.com/kyXOWG2nBr
— ANI (@ANI) February 21, 2024
સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા. ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી.
𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲
Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ
— Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024
નિવેદનમાં જણાવ્યું કે ‘અચાનક ભારે હિમવર્ષાને કારણે નાથુલામાં 500 થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ 175 વાહનો ફસાઈ ગયા. ખરાબ હવામાન અને હિમવર્ષાની માહિતી મળતાની સાથે જ ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકો શૂન્યથી નીચે તાપમાનમાં સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા હતા.
આગળ કહ્યું છે કે, ‘પ્રવાસીઓને સલામતી સુધી પહોંચવામાં મદદ કરવા માટે સમયસર તબીબી સંભાળ, ગરમ નાસ્તો અને ભોજન અને સલામત પરિવહન પ્રદાન કરવામાં આવ્યું હતું. ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટ અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.’