દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ની ધરપકડ બાદ ઈડીએ તેમના ત્રણ નજીકનાઓને સમન્સ પાઠવ્યા છે. સંજય સિંહના નજીકના સર્વેશ મિશ્રા અને વિવેક ત્યાગીને આજે EDમાં હાજર થવા કહેવાયું હતું. દરમિયાન બંને ઈડીની ઓફિસે પહોંચી ગયા છે. તાજેતરમાં જ EDએ સર્વેશ અને વિવેકને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. સંજય સિંહની કસ્ટડી માંગતી વખતે ઈડીએ સર્વેશના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઈડી સૂત્રો મુજબ સંજય સિંહના કહેવા પર સર્વેશને 1 કરોડ રૂપિયા મળ્યા હતા. ઉપરાંત ઈડીએ આરોપી દિનેશ અરોરાના સહયોગી કંવરબીર સિંહને પણ સંજય સિંહ મામલે પુછપરછ માટે બોલાવ્યા છે.
સર્વેશ મિશ્રા સંજય સિંહના આંદોલન સમયના યુવા સહયોગી છે. સર્વે મિશ્રા AAPમાં પાર્ટી પ્રવક્તા છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે અને સંજય સિંહની પોસ્ટ પણ શેર કરતા રહે છે. મિશ્રા સંસદના કામકાજમાં પણ સંજય સિંહ માટે મુખ્ય ભૂમિકા નિભાવે છે.
વિવેક ત્યાગીની વાત કરીએ તો તેઓ આપ સાંસદ સંજય સિંહની ટીમનો મુખ્ય ભાગ છે. સંજય સિંહ ઉત્તરના પ્રદેશ પ્રભારી પણ છે, જ્યારે વિવેક ત્યાગી હાપુડમાં જિલ્લા પ્રભારી છે. વિવેક ત્યાગી આંદોલનની શરૂઆતથી જ સંજય સિંહ સાથે જોડાયેલા છે.
સંજય સિંહની કેમ ધરપકડ કરવામાં આવી ?
દિલ્હી લિકર કૌભાંડમાં આરોપી દિનેશ અરોડાની જુબાની બાદ સંજય સિંહની ધરપકડ કરાઈ છે. ઈડીએ ચાર્જશીટમાં એવો આરોપ લગાવ્યો હતો કે, દિનેશ અરોરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. આ બેઠકમાં સંજય સિંહ પણ ઉપસ્થિત હતા. પૂછપરછ દરમિયાન દિનેશ અરોરાએ કહ્યું હતું કે, સૌથી પહેલા સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યારબાદ મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી ચૂંટણી પહેલા આપ નેતા દ્વારા આયોજિત ફંડ એકઠો કરવાનો આ કાર્યક્રમ હતો. એટલું જ નહીં દિનેશ અરોરાએ સંજય સિંહને પણ કરોડો રપિયાનો આરોપ લગાવ્યો છે.
દિનેશ અરોરાએ પાડ્યો સંજય સિંહને ખેલ ?
ઉલ્લેખનિય છે કે, સંજય સિહના ઘરે દરોડા પાડ્યાના એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગ કેસમાં YRS સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘલ મગુંડા અને બિઝનેસમેન દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવવાની મંજુરી આપી હતી. આ કેસમાં આરોપી દિનેશ આરોરાની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે