બાલ્યકાળથી જ પ્રકૃતિ વચ્ચે ઉછેરેલા અને શ્રી હરિના રંગે રંગાયેલા કુંદનપુરના સ્વામિનારાયણ મંદિરના મહંત સાંખ્યયોગી જશુબાઈ અત્યારે મુન્દ્રા મંદિરમાં સત્સંગ કરાવી રહ્યા છે. તેઓ કહે છે કે ઉનાળામાં ગરમીના દિવસોમાં ઠંડક આપતા ડોલર, મોગરો, ચંપા જેવા ફૂલોથી જ્યારે શિયાળામાં શ્રીહરિને ઉષ્માની હુંફ આપતા સેવંતીના ફૂલોથી અને ચોમાસાના દિવસોમાં હજારીગલના ફુલોથી શૈયા સજાવીને ભગવાનને ભાવથી પોઢાડવામા આવે છે. સુખશૈયાના દર્શનથી હરિભક્તો અલૌકિક આનંદની અનુભૂતિ કરતા હોય છે.
સાંખ્યયોગી જસુબાઈ કહેતા કે રિસાયેલા રાધાજીને મનાવવા માટે સ્વયં શ્રીકૃષ્ણએ પારીજાતના ફુલોની વેણી આપીને રાધાજીને રાજી કરેલા એ કેસરી કિનારીવાળા સફેદ પારીજાતના ફુલોના વ્રુક્ષ મુન્દ્રા મંદિરમાં છે. આ ફુલો રાત્રે ખીલે અને ફુલ તો એની ફોરમ ઢાળી રાજી એમ પરોઢીયે આ પારીજાતના ફુલો હંમેશા ઉંધા ડાંડી આકાશ તરફ રહે એમ કુદરતી રીતે જ જમીન ઉપર ખરી પડે છે.
સાંખ્યયોગી જાગૃતિબાઈ સંધ્યાઆરતી પછી ભગવાનની શયન પથારી આ ફુલોથી સજાવી શ્રીહરિને ભાવથી પોઢાડે છે. હરિભકતો કાલાવાલા કરાવતા કરાવતા “પોઢોપોઢો સહજાનંદ સ્વામી, પોઢે પ્રભુ સકલ મુનિકે શ્યામ” જેવા પદો ગાઇને નિત્ય ભગવાનને પોઢણીયા કરાવતા હોય ત્યારે મુન્દ્રા મંદિર માં અનહદના આનંદ ની અનુભૂતિ થાય છે.
આજથી બસ્સો વર્ષ પહેલાં મંદિરને ઠાકોરજી માટે ફૂલોના શણગાર કરવા ફૂલછોડ વાવેલી વાડી ભુજ મંદિરને ભેટ મળેલી જે આજે પણ ફુલવાડી તરીકે ઓળખાય છે એમ કહેતા સાંખ્યયોગી શાંતુબાઈ કહે છે કે સંપ્રદાયમા વડતાલમાં સૌ પ્રથમવાર યોજાયેલ ફુલડોલોત્સવનો અનેરો મહિમા આજે પણ ગવાય છે. સુગંધ વગરના પ્લાસ્ટિકના ફુલો તો આમેય પર્યાવરણ ને નુકસાન કરે છે. હરિક્રુષ્ણ મહારાજને સાચા ફુલો અર્પણ કરીને ભક્તો લાડ લડાવે છે. સાયં આરતી પછી હરિભક્તો એ પ્રસાદીના ફુલહાર ઘરે લઈ જાય છે. ઘરે એ ફુલોથી તોરણ કે ફુલોથી રંગોળીની ગ્રુહ સજાવટ કરીને અંતે એજ ફુલોને ક્યારામાં કે જમીનમાં દાટીને ખાતર બનાવી તેરા તુજકો અર્પણ કરીને મહાન પૂર્વજોનું તર્પણ કરે છે. લોકોને આ રીતે સહજ કુદરતી ખેતી તરફ વાડીને ફુલોની ખેતીને આર્થિક ઉપાર્જનનુ સાધન બનાવી સ્વામિનારાયણ સંપ્રદાય એ આત્મનિર્ભર ભારત બનાવવામાં પણ મહત્વનું યોગદાન કર્યું છે.
રિપોર્ટ- કેશુભાઈ મોરસાણીયા (મુંદ્રા)