હાથ પર વધતી જતી ચરબીને કારણે વ્યક્તિ કપડાં પસંદ કરવામાં મૂંઝવણ અનુભવવા લાગે છે. આના કારણે તમે ન તો આરામદાયક રહી શકો છો અને ન તો કોન્ફિડન્સ રહી શકો. આવી સ્થિતિમાં શરીરની ચરબીની સાથે હાથની ચરબી પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
ધનુરાસન : સૌ પ્રથમ તમે પેટ પર સૂઈ જાઓ. તમારા ઘૂંટણને વાળો અને તમારા પગ માથા તરફ વાળો. જેથી તમારી એડી તમારી હિપ્સ પાસે આવશે. તમારા પગની ઘૂંટીને તમારા હાથથી પકડી રાખો. હવે તમારી છાતીને ઉંચી કરો અને તમારા પગને પકડો અને હવે એક ધનુષનો આકાર બનશે. થોડીક સેકંડ માટે આ સ્થિતિને પકડી રાખો, પછી ધીમે-ધીમે તમારી પીઠને જમીન પર નીચે કરો. ધનુરાસનના ફાયદા : આ આસન તમારા હાથ સહિત તમારા આખા શરીરને મજબૂત બનાવે છે. તે તમારા ખભા અને પીઠને ખોલે છે, જે તમારા હાથના સ્નાયુઓને પણ ટોન કરે છે.
















