દેશમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ઘણા નિર્દેશો આપતા કહ્યું કે આખા દેશમાં એકસમાન નીતિ અને એકસરખા નિયમો થડવામાં આવે, જેથી અંગદાનની પ્રક્રિયા પારદશી, નિષ્પક્ષ અને તેજ બની શકે. સીજેઆઈ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન આ આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, આંધ્રપ્રદેશને ૨૦૧૧ના માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમમાં થયેલા સુધારા અપનાવવા કેન્દ્ર રાજી કરે. કર્ણાટક, તમિલનાડુ અને મણિપુર જેવા રાજ્યોને તુરંત માનવ અંગો તથા પેશીઓના પ્રત્યારોપણના નિયમ. ૨૦૧૪ લાગુ કરવા કહેવામાં આવે કેમ કે તેઓ હજુ જુદાજુદા નિયમો મુજબ ચાલી રહ્યા છે. કોર્ટનું કહેવું હતું કે જુદાજુદા રાજયોમાં જુદાજુદા માપદંડ દર્દીઓ અને ડોનર્સ બંને માટે અસમાનતા સર્જે છે.
બેન્ચે કેન્દ્ર સરકારને આદેશ કર્યો કે તે એક રાષ્ટ્રીય નીતિ થડે, જેમાં અંગ ફાળવણી માટે એકસમાન મોડલ નિયમો, જાતિ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવાના ઉપાય અને આખા દેશ માટે એકસમાન ડોનર માપદંડ સામેલ હોય. અરજદારનું કહેવું હતું કે હાલ દેશમાં એવો કોઈ નેશનલ ડેટાબેઝ નથી કે જેમાં દદીઓ અને ડોનર્સની માહિતી એક સ્થળે ઉપલબ્ધ હોય. તેનાથી અંગદાનની પ્રક્રિયા પીમી પડે છે અને અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધુ પહોળી થતી જાય છે. ૯૦ ટકા અંગ પત્યારોપણ ખાનગી હોસ્પિટલોમાં થાય છે.
ડેથ સર્ટિફિકેટમાં ‘બ્રેન ડેથ’નો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ
કોર્ટે એવો પણ આદેશ કર્યો કે જન્મ અને મૃત્યુ નોંધણી ફોર્મ (ફોમ-૪ અને ૪-એ)માં વ્યક્તિનું મોત વબ્રેન ડેથથી થયું છે કે કેમ અને પરિવારને અંગદાનનો વિકલ્પ અપાયો હતો કે નહીં તેવી કોલમ ઉમેરવામાં આવે. તેનાથી બ્રેન ડેડ દર્દીઓના અંગો સન્માનજનક અને કાનુની રીતે ડોનેટ કરી શકાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel