વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લોકપ્રિયતા સતત વધતી જ રહી છે અને તેના તાજેતરનાં પુરાવા તરીકે મોર્નિંગ કન્સલ્ટનો નવો ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ રિપોર્ટ સામે આવ્યો છે. 6 થી 12 નવેમ્બર 2025 વચ્ચે કરાયેલા આ સર્વેમાં વિશ્વના દર્જનો દેશોના પુખ્ત વયના નાગરિકોની મંતવ્યો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ અવધિના “લાસ્ટ 7 ડેઝના સિમ્પલ મૂવિંગ એવરેજ” પરથી તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં પીએમ નરેન્દ્ર મોદી ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે સામે આવ્યા છે. રિપોર્ટ દર્શાવે છે કે પીએમ મોદીને 71% એપ્રુવલ રેટિંગ મળ્યું છે, જે તેમને ગ્લોબલ લીડર્સની યાદીમાં સ્પષ્ટ રીતે નંબર-વન સ્થિતિ આપે છે.
મોદી પછી જાપાનની વડા પ્રધાન સના તાકાઈચી 63% મંજૂરી સાથે બીજા ક્રમે છે. દક્ષિણ કોરિયાના લી જે મ્યુંગ 58% એપ્રુવલ રેટિંગ સાથે ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ 58% રેટિંગ સાથે છે. આર્જેન્ટિનાના જાવિયર મેલી 58% મંજૂરી સાથે પાંચમા સ્થાને છે. કેનેડાના માર્ક કાર્ની 49% સાથે છઠ્ઠા સ્થાને, જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડની કેરન કેલર-સટર 44% મંજૂરી સાથે સાતમા ક્રમે છે.
આ સાથે જ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 41% એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 8મો ક્રમ મળ્યો છે. મેક્સિકોની પ્રમુખ ક્લાઉડિયા શેનબૌમ પણ 41% સાથે 9મા ક્રમે છે અને બ્રાઝિલના લુલા દા સિલ્વા 39% મંજૂરી રેટિંગ સાથે 10મા સ્થાને છે.
આ આંકડાઓ દર્શાવે છે કે પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય છબી સતત મજબૂત બની રહી છે અને વૈશ્વિક નેતૃત્વના ક્ષેત્રમાં તેમનું પ્રભાવ વધતું રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel