પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં, છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ અને શિમલાના રામપુર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને સમગ્ર વિસ્તારમાં વ્યાપક તબાહી મચી ગઈ. વાદળ ફાટવાના કારણે રાજ્યમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ 325 માર્ગો અવરોધિત થયા છે. સતત વરસતા વરસાદે રાજ્યના માળખાકીય ઢાંચા પર ગંભીર અસર પાડી છે, જેમાં અનેક પુલ તૂટી ગયા અને કિનારા વિસ્તારોમાં બનાવેલી ઇમારતોને ભારે નુકસાન થયું.
हिमाचल में पांच जगह बादल फटे हैं.
श्रीखंड के भीमडवारी और नंती, किन्नौर के पूह, लाहौल के मयाड़ और कुल्लू की तीर्थन घाटी में बादल फटने से भारी नुकसान हुआ है.
प्रशासन ने अलर्ट जारी किया है.#Himachalpradesh #Cloudburst
#ShriKhand #Bhimdwari #Nanti #KinnaurPuh #LahaulMayar
— One India News (@oneindianewscom) August 14, 2025
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 20 જૂનથી શરૂ થયેલા મોસમી વરસાદને કારણે હિમાચલ પ્રદેશને અત્યાર સુધી અંદાજે ₹2,031 કરોડનું આર્થિક નુકસાન થયું છે. માત્ર સંપત્તિ અને માળખાકીય નુકસાન જ નહીં, પણ જાનહાનિ પણ ભારે છે—આ સિઝનમાં વરસાદ સાથે જોડાયેલા અકસ્માતોમાં અત્યાર સુધી 126 લોકોના મોત થયા છે, જ્યારે 36 લોકો હજુ સુધી ગુમ છે.
कोटखाई खल्टूनाला मे भारी बारिश के कारण दबे वाहन।😭
हर तरफ नुकसान ही नुकसान।#Shimla #HimachalPradesh pic.twitter.com/GBJtP3Wq4j
— Gems of Himachal (@GemsHimachal) August 14, 2025
કુલ્લુ જિલ્લામાં બુધવારે સાંજે નિરમંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બંજાર ઉપમંડળની તીર્થન ખીણની બાથાધ પહાડી પર વાદળ ફાટવાની ઘટના બની. શ્રીખંડ પહાડીમાં વાદળ ફાટવાથી કુરપન રાવી નદીમાં અચાનક પૂરની સ્થિતિ ઊભી થઈ, જેના કારણે બાગીપુલ બજારને તાત્કાલિક ખાલી કરાવવું પડ્યું. એ જ સમયે, શિમલાના રામપુર વિસ્તારના નંટી ગામમાં પણ વાદળ ફાટવાથી એક પુલ ધરાશાયી થઈ ગયો. તીર્થન નદી કિનારે બનેલા કેટલાક કૉટેજોને ગંભીર નુકસાન થયું, સાથે જ અમુક વાહનો પાણીના પ્રવાહમાં વહી ગયા. કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ. રવિએ જણાવ્યું કે પ્રશાસન અને બચાવ દળો ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. સદભાગ્યે, અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. લાહૌલ-સ્પિતિ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે બે પુલ તૂટી ગયા છે, જ્યારે કરપટ ગામમાં વધતા જોખમને કારણે રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે ચંબા, કાંગડા અને મંડી જિલ્લાઓમાં ગુરુવારે ભારે થી અતિભારે વરસાદ પડશે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. ઉપરાંત, શુક્રવારથી રવિવાર સુધી રાજ્યના ચારથી છ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી સ્થાનિક તંત્રને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel