ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ તથા ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ., અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ(i & ci), અમદાવાદના સહયોગથી સહકારી બેંકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકમાં કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી પટેલ ના માર્ગદર્શન હેઠળ તા. 28/01/2026, બુધવારના રોજ ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના પરિસરમાં સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (i & ci), અમદાવાદ તરફથી ગિરિશભાઈ મહોડ અને હેમંતભાઈ ભૌડે તથા જી.એસ.સી બેંકના સીનયર અધિકારી જિગરભાઈ શાહએ હાજરી આપી હતી. તેમણે સહકારી બેંકોના ગ્રાહકો દ્વારા ભરવાના ફોર્મ નં. 60 તેમજ બેંકો દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફાઇલ કરવાના ફોર્મ નં. 61, 61-A અને 61-B અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બેંકોને પડતા વિવિધ પ્રશ્નોના યોગ્ય ઉકેલ પણ સમજાવ્યા હતા.
સેમિનારમાં ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના અધિકારીઓ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાની નાગરિક સહકારી બેંકોના અધિકારીઓ તેમજ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સહકારી બેંકોને સમયસર અને સાચી રીતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની કાળજી રાખવા તથા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લાગુ થઈ શકે તેવા દંડમાંથી બચવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરવિંદભાઈ ઠક્કર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. અંતમાં તમામ ઉપસ્થિત પ્રતિનિધિઓએ આ સેમિનારને અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક ગણાવ્યો હતો.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel