અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે સ્કૂલે જમીનના લીઝ કરારની અનેક શરતોનો ભંગ કર્યો છે. શૈક્ષણિક હેતુસર ફાળવાયેલો પ્લોટ ટ્રસ્ટના નામે હોવો આવશ્યક હતો, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ પ્લોટને કંપનીના નામે પોતાના કબજામાં લીધો હતો, જે લીઝ કરારની મૂળભૂત શરતોનું ઉલ્લંઘન છે.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે, પ્લોટનો ઉપયોગ નિયમોની વિરુદ્ધ રીતે કરવામાં આવ્યો હતો. સ્કૂલ સંચાલકોએ પ્લાન મંજૂર કરાવ્યા વગર ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું હતું. બાદમાં ઈમ્પેક્ટ ફી ભરવામાં આવી હોવા છતાં, આ પ્રક્રિયાથી ગેરરીતિઓ દૂર થતી નથી, કારણ કે લીઝ કરાર મુજબ બાંધકામ માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હતી. આ તમામ બાબતો જમીનના મૂળ હેતુ – એટલે કે ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ઉપયોગ – સાથે સીધો વિરોધાભાસ ધરાવે છે.
AMCએ આ ગંભીર ઉલ્લંઘનોને આધારે સ્કૂલ સંચાલન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. સરકારી જમીનનો દુરુપયોગ અને નિયમોની અવગણનાએ માત્ર કાયદાકીય ભંગ જ નથી કર્યો, પરંતુ જાહેર હિત માટે ફાળવાયેલી સંપત્તિને વ્યક્તિગત કે વાણિજ્યિક લાભ માટે વાપરવાનો પ્રયત્ન થયો છે. આ મુદ્દાને લઈને AMC અંદરથી તાકીદે નિર્ણય લેવાની પ્રક્રિયા આગળ ધપાવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ માટે કડક સંદેશો મોકલી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel