ચીનના ગાંસૂ પ્રાંતમાં શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ની સવારે ભયંકર ભૂકંપનો ઝટકો અનુભવાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ગાંસૂના લોંક્સી કાઉન્ટીમાં જમીનની સપાટીથી લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 5:49 વાગ્યે આવ્યો હતો, જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા. અચાનક જમીન ધ્રૂજતા લોકો દોડીને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા, જેના કારણે શેરીઓમાં લોકોની ભીડ એકઠી થઈ અને ડરનો માહોલ છવાઈ ગયો.
સત્તાવાર શિન્હુઆ સમાચાર એજન્સી અનુસાર, આ ભૂકંપમાં ઓછામાં ઓછા સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે, જોકે તમામની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે અને કોઈ ગંભીર રીતે ઘાયલ નથી. રાજ્ય પ્રસારણકર્તા CCTVના અહેવાલ મુજબ, ભૂકંપના કારણે ઓછામાં ઓછા આઠ ઘરો પૂરેપૂરા ધરાશાયી થઈ ગયા છે અને 100થી વધુ ઘરોને નુકસાન થયું છે. નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ઘણા મકાનોમાં દીવાલો તૂટી પડી, ફર્નિચર ખસેડાઈ ગયું અને વીજ પુરવઠો ખોરવાયો.
Relief efforts are underway after a 5.6-magnitude earthquake struck Longxi County in Dingxi City in northwest China's Gansu Province Saturday morning. No casualties have been reported. pic.twitter.com/M7jSFD5Cdm
— China Xinhua News (@XHNews) September 27, 2025
ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસન અને ઈમરજન્સી રેસ્ક્યુ ટીમો તાત્કાલિક કાર્યરત થઈ ગઈ. રાજ્ય મીડિયાએ પોસ્ટ કરેલા વીડિયોમાં બચાવકર્મીઓ કાટમાળ દૂર કરતા, નુકસાનગ્રસ્ત મકાનોમાંથી લોકોની સલામત બહારકાઢણી કરતા અને રસ્તાઓ પર બચાવ સાધનો પહોંચાડતા જોવા મળ્યા. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમો અને પોલીસ દળોને મોકલવામાં આવ્યા છે જેથી ઇજાગ્રસ્તોને તરત જ સારવાર મળી રહે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને મરામત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે, તેમજ ઘાયલ થયેલા લોકો માટે તાત્કાલિક આશ્રય અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
5.6-magnitude earthquake strikes Longxi County, #Gansu at 5:49 AM today. Depth: 10 km. Local reports indicate building collapses—no casualties confirmed yet. Rescue efforts are underway. #earthquake #China pic.twitter.com/wBoNVLrfEn
— Shanghai Daily (@shanghaidaily) September 27, 2025
ગાંસૂ પ્રાંત ભૂકંપપ્રવણ વિસ્તાર હોવાને કારણે ચીન સરકાર દ્વારા પહેલાથી જ મોનીટરીંગ સિસ્ટમને સક્રિય રાખવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવા છતાં, તેની અસર સ્થાનિક જનજીવન પર સ્પષ્ટ જોવા મળી રહી છે. નિષ્ણાતો અનુસાર, ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ ઓછી હોવાને કારણે ધ્રૂજારો વધુ તીવ્ર અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel