પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જી છે. તેમણે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જે ભવિષ્યમાં 5G માટે પણ તૈયાર છે. આ નેટવર્કને સમગ્ર ભારતમાં અંદાજે 97,500 મોબાઇલ ટાવર સાઇટ્સ પર રોલઆઉટ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ નેટવર્ક સંપૂર્ણ રીતે ભારતીય ટેક્નોલોજીથી વિકસિત છે, જેને બનાવવામાં લગભગ ₹37,000 કરોડનો ખર્ચ આવ્યો છે. આ લૉન્ચ સાથે ભારત દુનિયાના માત્ર પાંચ એવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જેમણે પોતાની જ ટેલિકોમ ટેક્નોલોજી અને ઇક્વિપમેન્ટ વિકસાવ્યું છે. હાલ સુધી આ યાદીમાં ડેનમાર્ક, સ્વીડન, સાઉથ કોરિયા અને ચીનનો સમાવેશ થતો હતો, અને હવે ભારત પાંચમો દેશ બનીને આત્મનિર્ભરતાની દિશામાં મોટો માઈલસ્ટોન પાર કરી રહ્યો છે.
BSNLના 25 વર્ષ પૂરા થવાના અવસરે આ વિશાળ 4G નેટવર્ક લૉન્ચ કરવામાં આવ્યું છે. ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં BSNLનું મહત્વનું સ્થાન છે, જ્યાં 9 કરોડથી વધુ સક્રિય યૂઝર્સ છે. અત્યાર સુધી જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી ખાનગી કંપનીઓ 4G અને 5G સેવાઓ પૂરી પાડી રહી હતી, પરંતુ BSNLની સ્વદેશી ટેક્નોલોજી આધારિત 4G સેવાની શરૂઆતથી ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં સરકારની હાજરી વધુ મજબૂત બનશે. ખાસ નોંધનીય છે કે આ 97,500 ટાવર સૌર ઊર્જાથી સંચાલિત છે, જે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા બચત માટે મદદરૂપ થશે.
Connecting Every Indian, Empowering Every Dream!
Hon’ble PM Shri @narendramodi unveiled India’s #Swadeshi 4G Network, a milestone in self-reliance that brings world-class telecom to every corner of Bharat.#AtmanirbharBSNL #BSNLRising pic.twitter.com/cju3ki6Lee
— DoT India (@DoT_India) September 27, 2025
આ નવીન ટેક્નોલોજી ક્લાઉડ-બેઝ્ડ હોવાથી તેને ભવિષ્યમાં 5Gમાં અપગ્રેડ કરવા માટે હાર્ડવેરમાં ફેરફાર કરવાની જરૂર નહીં પડે. ફક્ત સોફ્ટવેર અપડેટ દ્વારા તેને સરળતાથી 5G પર શિફ્ટ કરી શકાય છે. આ સાથે પીએમ મોદીએ ‘ડિજિટલ ભારત નિધિ’ અંતર્ગત 100% 4G સેચ્યુરેશન મિશનનું પણ લોકાર્પણ કર્યું છે, જેના માધ્યમે ભારતના લગભગ 29,000થી 30,000 ગામડાઓને હાઈ-સ્પીડ નેટવર્ક સાથે જોડવાનો ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટ દેશના ગ્રામિણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારશે, જે શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય અને સરકારી સેવાઓ સુધી સામાન્ય લોકોની પહોંચ મજબૂત બનાવશે.
આ લૉન્ચ ભારતની ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા માટે એક મોટું પગલું છે. BSNLની સ્વદેશી 4G ટેક્નોલોજી માત્ર ટેલિકોમ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ડિજિટલ ઇકોનોમી, ઇનોવેશન અને રોજગારીની નવી તકો ઊભી કરવા માટે પણ માર્ગ મોકળો કરશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી ભારત વૈશ્વિક સ્તરે ટેલિકોમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પોતાનું સ્વતંત્ર સ્થાન વધુ મજબૂત બનાવી શકશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel