શહેરના જવાહર મેદાનમાં સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી નો “ખુશીયો કા પાસવર્ડ” વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો . શહેરમાં મચ્છરો નો ત્રાસ હોવાના કારણે કાર્યક્રમ ની શરૂઆત પેહલા ડો.ઓમ્ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા વિશેષ ધુપના યજ્ઞ કુંડ સ્થળ ગ્રાઉન્ડ ઉપર ફરવામાં આવ્યા હતા જેને કારણે મચ્છરોનો ત્રાસ ન રહ્યો અને પવિત્ર વાતાવરણ ઉભુ થઈ ગયુ હતુ .
રાજવી પરિવારના મહારાણી સાહેબ સમ્યુક્તા દેવી દ્વારા કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી જેમાં શહેર ના નામાંકીત ઉદ્યોગપતિ નીશિથભાઈ મેહતા , ચેતનભાઈ તંબોલી અને ડોકટર જયંતિ ગુરૂમુખાણી હાજર રહ્યા હતા , મહેમાનો સ્વાગત બાદ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કલાવૃંદ ની બહેનો દ્વારા નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી .
શિવાની દીદી દ્વારા ગ્રાઉન્ડ માં બેસેલી ૧૦ હજાર જેટલા પવિત્ર આત્માઓ ને નમન કરી ધ્યાન કરવામાં આવ્યું હતું અને પછી તેમણે પોતનું પ્રવચન શરૂ કર્યુ હતુ .
નેગેટિવ એનર્જી આપણાં માંથી કાઢી પોઝેટીવ એનર્જી નો સંચાર આપડા શરીરમાં કેવી રીતે થાય તેના ઉદાહરણ અને પ્રયોગો કરી બતાવ્યા હતા .
ધ્યાન કરવા થી પોઝેટીવ એનર્જી વધે છે જ્યારે ખરાબ બોલવા કે વિચારવા થી નેગેટિવ એનર્જી આપડે આપડા શરીરમાં વધારીએ છીએ .
વિશેષમાં જણાવતાં શિવાની દીદીએ કહ્યુ કે પૂર્વ જન્મો ના ખરાબ કર્મો આ જન્મ માં ભોગવવા તો ચોક્કસ પડશે પરંતુ આ જન્મમાં મન ની સ્થિતિ એવી બનાવી જોઈએ કે ખરાબ કર્મ આવે તો તેનો સામનો સારા કર્મો દ્વારા કરી શકીએ . કાળા બોલ અને સફેદ બોલ ના ઉદાહરણ આપી શિવાની દીદી દ્વારા સરસ રીતે કર્મ ની પરિભાષા ને સમજવામાં આવેલ હતી .
નવયુવાનો માં વધતા જતા ડિપ્રેશન ના કિસ્સાઓ માં શિવાની દીદીએ ચિંતા વ્યકત કરી હતી અને તેના કારણો પણ સભાને જણાવ્યા હતા , અને તેનું નિરાકરણ પણ આપ્યું હતું . બોલી ઉપર વિશેષ ધ્યાન રાખવાનું કહ્યુ હતું અને નેગેટિવ વાત ક્યારેય ન કરાવી જોઈએ તેના પર વિશેષ ભાર આપ્યો હતો .
અંતમા ફરી એક વાર સંકલ્પ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે મેદની ને ધ્યાન કરાવી પાંચ સંકલ્પો કરાવ્યા હતા અને ત્યાર બાદ મૌન અવસ્થામાં બધા ને પોતાના ઘરે જવા કહ્યું હતુ .