મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ફરી એક વખત રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ પર નિશાન સાધ્યુ છે. તેમણે કમલનાથ પર બીજેપીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કમલનાથ પર પ્રહાર કરતા કહ્યું કે, હું નારિયેળ લઈને ચાલુ છે અને કમલનાથ તાળુ લઈને ચાલે છે. તેમણે કહ્યું કે, હું વિકાસનું નારિયેળ લઈને ચાલુ છું અને તેઓ તાળુ લઈને ચાલે છે અને બીજેપી સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ પર તાળુ લગાવી દે છે.
કમલનાથના નિવેદન પર CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું વિકાસનું નારિયેળ લઈને ચાલુ છુ. હું યોજનાઓનો શિલાન્યાસ કરું છું, નારિયેળ ફોડુ છું. હું નારિયેળ લઈને ચાલુ છું અને કમલનાથ તાળું લઈને ચાલે છે. તેમની સરકાર આવવા પર તેઓ ભાજપની યોજનાઓ પર તાળુ લગાવી દે છે.
#WATCH भोपाल: कमलनाथ के बयान पर CM शिवराज सिंह चौहान ने कहा, "मैं विकास का नारियल लेकर चलता हूं। मैं योजनाओं का शिलान्यास करता हूं नारियल फोड़ता हूं… मैं नारियल लेकर चलता हूं और वे(कमलनाथ) ताला लेकर चलते हैं। उनकी सरकार आने पर वे भाजपा की योजनाओं पर ताला लगा देते हैं…" pic.twitter.com/KbBcJ2a7Re
— ANI_HindiNews (@AHindinews) October 21, 2023
તેમણે કહ્યું કે, યોજનાઓની શરૂઆત કરું છું તો નારિયેળ ફોડુ છું. મેડિકલ કોલેજ ખોલુ છું તો નારિયેળ ફોડુ છું. નવી હોસ્પિટલ બનાવું છું તો નારિયેળ ફોડુ છું. નવી યોજનાઓ શરૂ કરું છું તો નારિયેળ ફોડુ છું. જ્યારે કમલનાથ તાળુ લઈને ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ પર તાળુ લગાવી દે છે. તેઓ યોજનાઓ બંદ કરી દે છે અને જનતાને તેનો લાભ નથી લેવા દેતા.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત છે. સીએમ શિવરાજ અને કમલનાથ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ ચાલુ છે.