શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ ઊજવણી ના ભાગ રૂપે ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ના સહયોગથી મફત નેત્ર રોગ નિદાન કેમ્પ આંબેડકર હોલ સર્વોદયનગર (ડુંગરી) મોડાસા મુકામે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડોક્ટર પ્રિયંકાબેન આંખ રોગના નિષ્ણાતે પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે સર્વોદયનગર (ડુંગરી) ના કોર્પોરેટર નિકેશ પરમાર, અગ્રણી બાલુભાઈ સિંધી, કાર્યકર નવીનભાઇ ભોઈ, સાર્વજનિક હોસ્પીટલ ના પ્રતિનિધિ રાજુભાઈ પટેલ, મંડળીના ચેરમેન પંકજભાઈ બી બુટાલા, એસોસિયેનના પ્રમુખ રમણભાઇ જે પ્રજાપતી, મંત્રીશ્રી મુકુન્દકુમાર એસ શાહ, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી પ્રવિણભાઇ પટેલ, સોવેનીયર ચેરમેન જગદીશભાઈ ભાવસાર, કારોબારી સભ્ય મનહરભાઈ શેઠ હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળીના હસમુખભાઈ અને સોલંકીભાઈ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં સર્વોદયનગર (ડુંગરી) ના રહીશો નો ખુબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. આ નિદાન કેમ્પમાં 183 દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી 16 દર્દીઓને મોતિયાનું મફત ઓપરેશન કરવામાં આવશે. 83 દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા.