શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. અને સમાજના દરેક વર્ગને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈ સંસ્થા કે કોઈ એનજીઓએ કર્યો નથી તેવો કાર્યક્રમ એસોસિયેશન દ્વારા સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે મોડાસા નગરમાં નગરપાલિકાના સફાઈ કામદારોની સુંદર કામગીરીને ધ્યાનમાં લઇ તેમનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ ટાઉનહોલ મોડાસા ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ઉદ્ઘાટક તરીકે સુ શ્રી પ્રસસ્તિ પારિક કલેકટર શ્રી અરવલ્લી જિલ્લા, મુખ્ય મહેમાન સુ શ્રી મહેશ્વરી કુમારી વી રાઠોડ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, શ્રી નીરજ બી પ્રમુખશ્રી મોડાસા નગરપાલિકા, અતિથિ વિશેષ શ્રી જીગેશભાઈ મહેતા પ્રમુખશ્રી સાર્વજનિક હોસ્પિટલ, સુશ્રી ગોપી મહેતા મામલતદાર શ્રી મોડાસા, સી ઈ બી ઈસ્માઈલભાઈ જે દાદુ અને ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલા, એસોસિએશનના પ્રમુખ રમણભાઈ જે. પ્રજાપતિ, પ્રોજેક્ટ ચેરમેન મયુરભાઈ બી બુટાલા, મંત્રી મુકુન્દકુમાર એસ શાહ, ખજાનચી શ્રી જયેશભાઈ ગાંધી, ફંડ કમિટી કન્વીનર સલીમભાઈ દાદુ અને સોવેનીયર કન્વીનર જગદીશભાઈ ભાવસાર તેમજ સલાહકાર બોર્ડના સૌ સભ્યશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, સામાન્ય સભ્યશ્રીઓ, સન્માનિત સફાઈ કામદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 101 કામદારોનું માનપત્ર, મીઠાઈ અને ચોરસા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ સૌ મહેમાનોએ કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મંચસ્થ મહેમાનો દ્વારા કર્યા બાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ચેરમેન શ્રી પંકજભાઈ બી બુટાલા એ કર્યું હતું અને કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. કાર્યક્રમમાં શ્રી ઇસ્માઈલભાઈ દાદુએ સૌને ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી રમણભાઈ જે પ્રજાપતિએ સમગ્ર કાર્યક્રમનો ચિતાર રજૂ કરી સફાઈ કામદારોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં 300 ઉપરાંત સભ્યશ્રીઓ, નગરજનો અને કામદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળીના મેનેજર નરેશભાઈ તથા સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમનું આભાર દર્શન પ્રોજેક્ટ ચેરમેન મયુરભાઈ બુટાલા એ કર્યું હતું.
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારોનો સન્માન નો કાર્યક્રમ યોજાયો
