તમિલનાડુ સરકાર દ્વારા 2025-26ના બજેટમાંથી રૂપિયાના ચિહ્ન ‘₹’ને તમિલ અક્ષર ‘ரூ’થી બદલવામાં આવ્યો હતો. હવે આ મામલે રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. ભાજપ તેને રાષ્ટ્રીય પ્રતીકનો અનાદર ગણાવી રહી છે, જ્યારે ડીએમકે સરકાર આ ફેરફારને તમિલ ભાષાના સન્માન તરીકે રજૂ કરી રહી છે. એવામાં આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામણની પ્રતિક્રિયા સામે આવી છે.
‘ખતરનાક માનસિકતાની નિશાની’
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મામલે કહ્યું કે, ‘તમિલનાડુ સરકારનું રૂપિયાના ચિહ્નને હટાવવાનું પગલું એ ખતરનાક માનસિકતાની નિશાની છે, જે દેશની એકતાને નબળી પાડે છે. રૂપિયાના ચિહ્નને ભૂંસી નાખવાથી, ડીએમકે માત્ર એક રાષ્ટ્રીય ચિહ્નને નકારી નથી રહ્યું પરંતુ એક તમિલ યુવકના રચનાત્મક યોગદાનની પણ અવગણના કરી રહ્યું છે.’
આ મામલે નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ‘રૂપિયાનું ચિહ્ન આંતરરાષ્ટ્રીય સ્તરે સારી રીતે ઓળખાય છે અને વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ભારતની ઓળખ તરીકે સેવા આપે છે. એવામાં ભારત UPI નો ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે શું આપણે ખરેખર આપણા પોતાના રાષ્ટ્રીય ચલણ ચિહ્નને અવગણવું જોઈએ?’
நாளை தாக்கல் செய்யப்படும் தமிழ்நாடு பட்ஜெட் 2025-26 ஆவணங்களில் இருந்து அதிகாரப்பூர்வ ரூபாய் சின்னமான '₹' ஐ நீக்கியுள்ளதாக திமுக அரசு அறிவித்துள்ளது.
திமுகவிற்கு (@arivalayam) உண்மையிலேயே '₹' உடன் பிரச்சனை இருந்தால், 2010 ஆம் ஆண்டு @INCIndia தலைமையிலான ஐக்கிய முற்போக்கு…
— Nirmala Sitharaman (@nsitharaman) March 13, 2025
ડીએમકે પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય બનાવી હતી ‘₹’ની ડિઝાઇન
આ મામલે સૌથી રસપ્રદ વાત એ છે કે રૂપિયાના ચિહ્ન ‘₹’ને ડિઝાઇન કરનાર ડી. ઉદય કુમાર પોતે તમિલનાડુના છે અને ડીએમકે પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. તેમના પિતા તમિલનાડુમાં ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. હવે જ્યારે ઉદય કુમારને સ્ટાલિન સરકારના આ નિર્ણય પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો તો તેમણે પોતાને આ વિવાદથી સંપૂર્ણપણે દૂર રાખ્યા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.
‘તે રાજ્ય સરકાર પર નિર્ભર છે’
ઉદય કુમારે આ મામલે મીડિયાને કહ્યું કે, ‘સરકારને લાગ્યું કે બદલાવની જરૂર છે અને જો સરકાર તેને પોતાના ચિહ્નથી બદલવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. તે રાજ્ય સરકાર પર નિર્ભર છે. આ અંગે મારે કંઈ કહેવું નથી. તે માત્ર એક સંયોગ હતો કે તમિલનાડુ અને ડીએમકે સાથે સંકળાયેલા કોઈએ આ ડિઝાઇન બનાવી હતી.’
₹ ચિહ્નને 2010માં ભારત સરકાર દ્વારા આધિકારિક રૂપિયાનું પ્રતીક તરીકે અપનાવવામાં આવ્યું હતું. આ પ્રતીક ભારતીય ત્રિરંગાના રંગોને પ્રતિબિંબિત કરે છે અને તેનો ડિઝાઇન Devanagari ‘र’ અને લેટિન ‘R’ ના સંયોજન પર આધારિત છે.
તમિલનાડુ સરકારે તમિલ ભાષાના પ્રચાર અને પ્રાથમિકતાને વધારવા માટે ‘₹’ ની જગ્યાએ ‘ரூ’ (Ruu) પ્રતીક અપનાવ્યું છે. ‘ரூ’ તમિલ ભાષામાં રૂપિયાનું પ્રતીક માનવામાં આવે છે અને તે સ્થાનિક ભાષાના વલણને પ્રોત્સાહન આપવાનો એક પ્રયાસ છે.
તમિલનાડુ સરકારે આ નિર્ણય પ્રાંતિય ભાષા અને સંસ્કૃતિને બળ આપવા માટે લીધો છે, અને આ નિર્ણય વિચારો અને ચર્ચાઓનું કેન્દ્ર બની રહ્યો છે.