જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં આજથી જી-૨૦ દેશોની ટૂરીઝમ વર્કીંગ કમીટીની પરિષદ શરૂ થઈ ગઈ છે. તેમાં સભ્ય દેશોના ૬૦થી વધુ પ્રતિનિધિઓ, ફિલ્મ અને ઈકો-ટૂરીઝમ પર અલગ અલગ સેશન્સમાં ચર્ચા કરશે. ૨૨-૨૩-૨૪મી મે સુધી ચાલનારી આ પરિષદની દ્રષ્ટિએ શ્રીનગરને દુલ્હનની જેમ સજાવાયું છે. આથી મૂળભૂત રીતે જ સુંદર તેવા આ શહેરનાં સૌંદર્ય ઉપર ‘ચાર-ચાંદ’ લાગી ગયા છે.
ઓગસ્ટ ૨૦૧૯માં કાશ્મીર સંબંધી સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરાયા પછી અહીં યોજાનારો આ પહેલો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. તેમાં સલામતી માટે આકાશથી શરૂ કરી ભૂમિ સુધી અસામાન્ય સલામતી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.
ડાલ સરોવર ફરતા ‘માર્કાસ કમાન્ડો’ ગોઠવવામાં આવ્યા છે. એરપોર્ટથી શરૂ કરી એસ.કે.આઈ.સી.સી.ના માર્ગ ઉપર એક તરફ અસામાન્ય સુરક્ષા ગોઠવાઈ છે, તો બીજી તરફ સમગ્ર માર્ગને પણ શણગારવામાં આવ્યો છે.
જી-૨૦ ઈન્ડીયન પ્રેસિડન્સીના ચીફ કો-ઓર્ડીનેટર હર્ષ વર્ધન શ્રૂંગળોએ જણાવ્યું હતું કે આ પરિષદમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને અહીં આવતાં તે જોવા મળશે કે ‘પૃથ્વી ઉપરનું સ્વર્ગ’ કેવું હોય છે.
જી-૨૦ દેશોના ટૂરીઝમ વર્કીંગ ગુ્રપની બેઠકમાં ફિલ્મ અને ‘ઈકો ટૂરીઝમ’ જેવા મુદ્દાઓ પરની ચર્ચામાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. દક્ષિણ ભારતના ખ્યાતનામ અભિનેતા રામશરણ ‘ફિલ્મ પર્યટન’ની ચર્ચામાં પોતાનું મહત્વનું પ્રદાન આપશે. આ પરિષદમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના પર્યટન વિભાગના અધિકારીઓ પણ પોતાનાં મંતવ્યો રજૂ કરશે. ફિલ્મ પર્યટન માટે નીતિ નિર્માણ અંગે ધર્મથી શરૂ કરી, નેટ ફિલક્સ અને ફીક્કીના અગ્રણીઓ સાથે પણ વિચાર-વિમર્શ યોજાશે.
જી-૨૦ મીટીંગ માટે શ્રીનગરને નવવધૂ સમાન શરગણાયું છે. બીજી તરફ ચીન અને પાકિસ્તાનના વિરોધની અને ધમકીઓની દ્રષ્ટિએ એક એક ખૂણે ખાંચરે પણ કમાન્ડોઝ તૈનાત રખાયા છે. હેલિકોપ્ટર દ્વારા આકાશ ઉપર પણ સખત નજર રખાઈ રહી છે. મરીન કમાન્ડોઝ અને સીઆરપીએફ કમાન્ડોએ ડાલ સરોવર ફરતી વિશેષ ડ્રીલ કરી હતી. એસ.કે.આઈ.સી.ની આસપાસના વિસ્તારને સેનીટાઇઝ કરાયો છે. લાલ ચોક ઉપર પેટ્રોલિંગ અને સલામતી અત્યંત મજબૂત કરી દેવાઈ છે