Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું

વિશ્વભરમાં વધતા જિ઼ઓ-પોલિટિકલ તણાવના કારણે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત જ ભારે ધડાકાથી થઈ છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટી ગઈ છે. લગભગ 10:30 વાગ્યે સેન્સેક્સ 739.16 પોઈન્ટ ઘટીને 81,669ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 222.80 પોઈન્ટ તૂટી 24,890.30 પર પહોંચી હતી. આ ધડાકાની સીધી અસર રોકાણકારોના મૂડીબજારમાં પડી છે અને તેઓના કુલ મૂડીમાં અંદાજે રૂ. 2 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.

બીએસઈના કુલ 3,824 ટ્રેડ થયેલા શેરોમાંથી માત્ર 1,379 શેરમાં વધારો જોવા મળ્યો જ્યારે 2,218 શેર ઘટાડામાં રહ્યાં. 161 શેરમાં અપર સર્કિટ લાગી હતી અને 210 શેર લોઅર સર્કિટમાં પહોંચી ગયા હતા. સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર BEL (2.19%), ટ્રેન્ટ (0.24%) અને અદાણી પોર્ટ્સ (0.12%) જ લીલા ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, બાકીના તમામ શેર ભારે દબાણ હેઠળ હતા.

આ ભયાનક કડાકા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકા પણ ઔપચારિક રીતે પ્રવેશી ગયું છે. વધુમાં રશિયાએ દાવો કર્યો છે કે અનેક દેશો ઈરાનને પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. આજે ઈરાનના વિદેશ મંત્રી રશિયા પ્રમુખ પ્યુટિન સાથે બેઠક કરશે, જેનાથી યુદ્ધની તીવ્રતા વધવાની શક્યતા છે. આ બધાના પગલે વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજાર પણ ડગમગી ગયું છે.

અંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ઈરાનની સંસદે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ નામના મહત્ત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાની મંજૂરી આપતા વિશ્વભરમાં ઊથલપાથલ મચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2% ઉછાળો આવતાં તે 78 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ 1.7% વધીને 75 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી દુનિયાને મળતા ક્રૂડ ઓઈલના અંદાજિત 30–40% પુરવઠાને ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ચિંતાનો માહોલ છે.

આજના કારોબાર દરમિયાન રૂપિયો પણ ભારે દબાણ હેઠળ રહ્યો. ડોલર સામે રૂપિયો 27 પૈસા તૂટી 86.82 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડના ભાવમાં થયેલા ભડકાને કારણે ભારત પર આયાત ખર્ચનો ભાર વધ્યો છે અને ડોલરની માંગ વધતાં તે મજબૂત બન્યું છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો સાવધાનીથી આગળ વધી રહ્યાં છે અને માર્કેટમાં ભારે ચાંપતો માહોલ સર્જાયો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.