Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકાઓમાં ઝપાઝપી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જોડિયા ખાતે 7.17 ઈંચ, પલસાણા ખાતે 5.6 ઈંચ, મેંદરડા ખાતે 5.7 ઈંચ, અમીરગઢમાં 5 ઈંચ, કેશોદમાં 4.9 ઈંચ અને કાલાવડમાં 4.6 ઈંચ વરસાદ થયો છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે.

હવામાન વિભાગે 23મી જૂન માટે પણ અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર અને નર્મદા જેવા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

24 જૂનના દિવસે હવામાન વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 16થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઑરેન્જ એલર્ટ જાહેર થયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ છે.

આગામી 25 જૂને પણ સ્થિતિ ગંભીર રહેશે. આ દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઑરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

26 જૂનથી 28 જૂન સુધી રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાત માટે આ દિવસોમાં પણ ગાજવીજ અને ધોધમાર વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યુ છે. જેથી NDRF તેમજ સ્થાનિક તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરાઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.