ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર ફોલો કરવાથી, તમારા આંતરડાના સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. જો તમને પણ પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તમારે તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે અમે તમને કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી તમે પેટમાં બળતરા અથવા એસિડિટીથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો.
મેથી દાણા પાણી
મેથીના દાણાનું પાણી તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. મેથીના દાણામાં રહેલા તમામ તત્વો એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. સારા પરિણામો મેળવવા માટે, તમારે મેથીના દાણાનું પાણી વહેલી સવારે ખાલી પેટ પીવાનું શરૂ કરવું જોઈએ.
કેળા ખાઈ શકો છો
કેળામાં ફાઈબર સહિત ઘણા પૌષ્ટિક તત્વો સારી માત્રામાં મળી આવે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે કેળાને તમારા આહારનો ભાગ બનાવવો જોઈએ. આ સિવાય કેળા એસિડિટી ઘટાડવામાં પણ કારગર સાબિત થઈ શકે છે.
આદુ ફાયદાકારક સાબિત થશે
બળતરા વિરોધી ગુણોથી ભરપૂર આદુ એસિડિટીની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. એસિડ રિફ્લક્સના લક્ષણોથી છુટકારો મેળવવા માટે, તમે તમારા આહારમાં આદુનો સમાવેશ કરી શકો છો. એક કપ પાણીમાં આદુના ટુકડા નાખીને ઉકાળો અને પછી પીવો. આ સિવાય તમે આદુની ચા પણ પી શકો છો.
વરિયાળીનો પણ પ્રયોગ કરી શકો છો
એસિડિટીની સમસ્યામાં આપ વરિયાળીનો પણ પ્રયોગ કરી શકો છો, રાતભર વરિયાળીને પાણીમાં પલાળી દો, આ પાણીનું સવારે ઉઠીને સેવન કરો. જો આપને હાઇપર એસિડીટિની સમસ્યા હોય તો આખો દિવસ આ વરિયાળીનું પાણી પી શકો છો.
લવિંગ ચૂસવાથી પણ એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે
જમ્યા પછી લવિંગ ચૂસવાથી પણ એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તે કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારું છે.