Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન આપશે. આગામી ગુરુવારે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ પ્રણેતા, ગાંધીવિચાર મર્મજ્ઞ, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત એકવીશમાં મણકાનું વ્યાખ્યાન જાણીતા લેખક રતિલાલ બોરીસાગર ‘દર્શકનું વાલ્મીકિ રામાયણનું મર્મદર્શન’ વિષય ઉપર આપશે.

ગુરુવાર તા.૨૯નાં યોજાયેલ આ વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થીઓનું સન્માન થશે. અહીં દોસ્તભાઈ બલોચ (સર્વોદય), રતિલાલ સુદાણી (જળ સંસાધન), પંકજભાઈ દવે (ગ્રમોત્થાન), તખુભાઈ સાંડસુર (શિક્ષણ) અને રીટાબેન તથા સુમનભાઈ રાઠોડ (પર્યાવરણ શિક્ષણ અને તાલીમ) આ કાર્યક્રમમાં સન્માનિત થશે.

 

રિપોર્ટર – મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.