થોડા દિવસ અગાઉ અંડર પાસમાં ડૂબીથી એક વ્યક્તિનું મોત થયું હતું
ચોમાસા દરમિયાન નવસારી હાંસાપોરના અંડર પાસમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આજદિન સુધી બંન્ને અંડર પાસમાં પાણી ભરાય રહેલ જોવા મળી રહ્યાં છે. જેના કારણે વાહનોની કોઇપણ પ્રકારની અવરજવર નથી થઇ રહી વધુમાં લોકોને એરૂના ઓવરબ્રિજ પરથી અવરજવર કરવી પડી રહી છે.
વણવપરાયેલ અંડર પાસમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિનું આજ પાણીમાં પડી અને ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ અંડર પાસ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે પણ તેમાં રહેલ પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. જે અંડરપાસમાં વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું તે બ્રિજના પ્રવેશ દ્વારે પતરા લગાવી બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્રની લાપરવાહીને કારણે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવા છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં તંત્ર હજુ પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે.