અમદાવાદમાં રિવરફ્રન્ટ સહિત અનેક જાહેર ફરવાની જગ્યાઓ ઉપર છેલ્લા ઘણાં સમયથી મુસ્લિમ યુવકોની વધતી હાજરી અને એમની હરકતોએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. એવામાં અમદાવાદ રિવરફ્રંટ ખાતે ગઈ કાલે બનેલા બનાવ પછી હિંદુ બહેન-દિકરીઓની આવા જાહેર સ્થળો ઉપરની સલામતી માટે સૌને વિચારતા કરી મુક્યા છે.
અમદાવાદના રાણીપમાં રહેતી યુવતી કિષ્ણા ૧૮/૭/૨૦૨૩ના રોજ સાંજના સમયએ પોતાની સહેલી વૈભવી સાથે રીવરફ્રંટ ખાતે ફરવા માટે ગઇ હતી. અને કિષ્ણા અને વૈભવી રીવરફ્રંટની પાળી પર બેઠા હતા. તે સમય દરમિયાન વૈભવીની ઘડિયાળ નીચે પડી જતાં તે પોતાની ઘડિયાળ લેવા માટે નીચે ઉતરી. તે વખતે એક યુવક આવ્યો અને કિષ્ણાને તેના પાછળના ભાગના ફોટા તેને બતાવ્યા અને કહયું કે એક મુસ્લિમ યુવક તેના અશ્લીલ ફોટા પાડી રહ્યો છે.
અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર મુસ્લિમ યુવકની ગંદી હરકત
હિંદુ યુવતીઓના ફોટા પાડતા મુસ્લિમ યુવકને મેથીપાક
યુવતીઓએ હિંમતપૂર્વક ફરિયાદ નોંધાવતા યુવક પોલીસ હવાલે@AhmedabadPolice @IIMAhmedabad #riverfront #Ahmedabad #abad #photography #RSS @RSSorg @VHPDigital pic.twitter.com/jmyjF6457W
— One India News (@oneindianewscom) July 19, 2023
આ વાતની જાણ વૈભવીને થતાં તેને તરત જ પોલીસ અને ૧૮૧ પર ફોન કર્યો હતો તેમજ તે સમયએ બજરંગ દળના કાર્યકર જવલીતભાઇ મહેતા કિષ્ણાની મદદએ પહોંચી આવ્યા હતાં. ત્યાર પછી પોલીસ આવ્યા બાદ મુસ્લીમ યુવક મોહમદ અલસાસ ઇકરારને પકડી જતાં સી.પી.આર.પી.સી કલમ ૧૫૭ના આધારે યુવતીએ પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.