ભાવનગરના જીલ્લાના રાજપરા ગામમાં કિશ્ચન ધર્મમાં વટલાઈ ગયેલો એક પરિવાર રહે છે. તે પરિવારના મીનાબહેન ગોહિલ દ્વારા પોલીસને જણાવાયુ છે કે “તારીખ ૯/૭/૨૦૨૩ શનિવારના રોજ સિહોર ખાતે તેઓ એક ઘાર્મિક પ્રસંગમાં હાજર હતાં. તે સમય દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના બે કાર્યકરો શેલાણા રબારી અને અલ્પેશભાઇ શ્રીમાળી ગેરકાયદેસર અમારા ઘરમાં આવ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા. મીનાબેન ગોહિલ દ્રારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અમને એવું કહેવામાં આવ્યું કે તમે કેમ જય શ્રી રામના નારા કેમ નથી લગાવતા તેમજ તમારે ફરજિયાત હિંદુ ધર્મ અપનાવવો પડશે. આ રીતની વાત કહીને મારા પતિના કપડાં ખેંચીને બહાર કાઢવામાં આવ્યા અને અમને ધમકી આપવામાં આવી કે જો તમે હિંદુ ધર્મ નહી પાળો તો અમે તમને મારી નાખીશું. આ રીતની ધમકીભરી વાત કાર્યકરો દ્રારા કરવામાં આવતાં અમારા પરિવારમાં હાલના સમયમાં પણ ચિંતાનો માહોલ જોવા મળે છે.”
ગુજરાતમાં ધર્માંતરણ
જૂઓ; ઘર્માંતરિત પરિવારને કેવી રીતે ભણાવી તૈયાર કરાય છે!
હિંદુ સામાજ માટે ખતરાની ઘંટડી.#Gujarat #BEYOND_THE_STORY #lovejihad @BJP4Gujarat @InfoGujarat pic.twitter.com/5yTvZn5DFo
— One India News (@oneindianewscom) July 10, 2023
પરંતુ વાયરલ વીડિયોમાં આનાથી ઉલટ એ સ્પષ્ટ જોઈ અને સાંભળી શકાય છે કે વીડિયોમાં દેખાતાં બહેન જ આક્રોષ અને ગુસ્સામા અભદ્ર અને અશોભનીય શબ્દો કહે છે અને કાર્યકર્તાઓ સાથે અણછાજતું વર્તન કરતા દેખાય છે. દલિત સમાજના ચોક્કસ જ્ઞાતીનો ઉલ્લેખ કરી તેઓ જ દલિત સમાજ વિરુધ્ધ અપમાનજનક ભાષા બોલી રહ્યા છે. સાથે હિંદુ ધર્મસ્થાનો વિશે પણ ભ્રામક અને જુઠ્ઠી વાત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના આશયના એજન્ડા સાથે બોલી રહ્યાના જણાય છે.
એ બહેનના દિકરી પણ આક્રમકતાથી પોતાની વાત કરતાં દેખાય છે. તેમનાં સાથે હિંદુ મારવાડી સમાજની એક બહેન પણ દેખાય છે જેમનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોય કે કરવામાં આવનાર હોય, તે દિશામાં આ વટલાયેલા પરિવારનો પ્રયત્ન હોય તેમ પ્રતીત થાય છે.
સામા પક્ષે વિશ્વ હિંદુ પરિષદના કહેવાતા કાર્યકર્તાઓ શાંતિથી, સભ્યતાથી, સમજાવટથી વાત કરતા જણાય છે.
મીનાબેન દ્રારા વિશ્વ હિંદુ પરિષદની આવી શાંતિપૂર્વકની ગાંધીગીરીને ગુંડાગીરીમાં ખપાવી કાર્યકર્તાઓ વિરુધ્ધમાં સિહોર પોલીસ સ્ટેશનમાં કલમ CRPC ૧૫૪ મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી છે.