સરકાર દ્રારા યુવાનો માટે રોજગારી ઉભી કરવા તેમજ બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘અર્બન ગ્રીન યોજના’ બહાર પાડવામાં આવી છે.
આ યોજન માટે સરકાર દ્રારા કુલ રૂ.૩૨૪ લાખની જોગવાઇ કરવામાં આવી છે. યોજના હેઠળ રાજયના યુવાનો માટે તાલીમ કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે તેમજ તેમને કુલ પ્રતિદિન રૂ.૨૫૦ ભથ્થુ આપવામાં આવશે. તથા ૮ મહાનગરોમાં કુલ ૧૭૪ તાલીમ કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે.તેમાં યુવાનોને માળી કામ શીખવીને તેમની આવડત વધારવાનું કાર્ય કરવામાં આવશે.