જમ્મુ-કાશ્મીર સંબધે સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરવા સામે સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી યાચિકા ઉપરની સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ ન્યાયમૂર્તિઓની સંવિધાન પીઠે જણાવ્યું હતું કે ૧૯૪૭માં પૂર્વ રજવાડાનાં ભારતમાં થયેલા વિલીનીકરણ સાથે જમ્મુ-કાશ્મીરનું સાર્વભૌમત્વ પણ વિલીન થયું હતું. આથી તે કહેવું મુશ્કેલ છે કે, સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ નીચે, તે રાજ્યને મળેલો વિશેષ દરજ્જો સ્થાયી હતો કે નહીં.
આ સંવિધાન પીઠમાં મુખ્ય ન્યાયમૂર્તિશ્રી ઉપરાંત ન્યાયમૂર્તિઓ સર્વશ્રી સંજીવ ખન્ના, વી.આર. ગવઈ, સંજય કીશન કૌલ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત પણ સામેલ છે.
આ પીઠે કહ્યું કે તે કહી શકાય નહીં કે અનુચ્છેદ ૩૭૦ પછી પણ જમ્મુ-કાશ્મીરમાં સાર્વભૌમત્વના કોઈ અંશો રાખવામાં આવ્યા હતા કે કેમ. પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરનું ભારતમાં થયેલું વિલીનીકરણ કોઈ શર્ત સાથે થયું ન હતું. સાર્વભૌમત્વનું સમર્પણ પરિપૂર્ણ હતું. એક વખત જ્યારે સાર્વભૌમત્વ સંપૂર્ણત: ભારતમાં વિલીન થઈ ગયું ત્યારે એક માત્ર પ્રતિબંધ (તે રાજ્ય સંબંધે) કાનૂન બનાવવાની સંસદની શક્તિ (અધિકાર) ઉપર હતો. આમ છતાં અનુચ્છેદ ૩૭૦ (હટાવ્યા) પછી અમે સંવિધાનને એક દસ્તાવેજ સ્વરૂપે ન સ્વીકારી શકીએ કે જે જમ્મુ-કાશ્મીરમાં સાર્વભૌમત્વનાં તે તત્વો યથાવત રાખે છે.
અનુચ્છેદ દૂર કરવાનાં પગલા સામે યાચિકા કરનારાઓની દલીલ એ હતી કે, વિલય-પત્ર નીચે ભારત સરકારને માત્ર સંરક્ષણ, સંચાર અને વિદેશ-બાબતો સંભાળવાનો જ અધિકાર હતો.
યાચિકાકર્તાઓ પૈકી જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશન તરફથી કાઉન્સેલ ઝફર શાહે કહ્યું કે, સંવૈધાનિક રીતે પૂર્વવર્તી રાજ્ય માટે કોઈ કાનૂન રચવા કેન્દ્ર સરકાર કે રાષ્ટ્રપતિ પાસે કોઈ અધિકાર નથી.
તેઓએ ફરી એક વખત કહ્યું કે, રાજ્યની સંવૈધાનિક સ્વાયત્તા અનુચ્છેદ ૩૭૦માં રહેલી જ છે.
આ અંગે જસ્ટિસ કૌલે કહ્યું કે, મૂળ મુદ્દો તે છે કે, અનુચ્છેદ દૂર કરવા માટે કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા સ્વીકાર્ય હતી કે નહીં ? આ સાથે તેઓએ તેમ પણ કહ્યું કે, અનુચ્છેદ ૩૭૦ કાયમી છે. તે કહેવું જ વાસ્તવમાં મુશ્કેલ છે. માની લો કે, રાજ્ય પોતે જ કહે કે અમે ઇચ્છીયે છીએ કે દરેક કાનૂન (જે દેશના અન્ય ભાગોમાં પ્રચલિત હોય) લાગુ કરવામાં આવે તો પછી અનુચ્છેદ ૩૭૦નું શું થાય ? હવે મુખ્ય પ્રશ્ન ઉપર પાછા આવીએ કે તે પ્રક્રિયા સ્વીકાર્ય હતી કે નહીં ?
ચર્ચા દરમિયાન જસ્ટિસ કૌલે પૂછયું કે જો તે મશીનરી (સંવિધાન-સભા)ને ફરી રચવામાં આવે તો ધારા ૩૭૦ને હટાવી શકાય ? ત્યારે કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે ભારત સાથેના વિલીનીકરણ ૨૬ ઓકટોબર ૧૯૪૭માં કરાયા સાથે રચાયેલી વિલયપત્રની સાથો સાથ રચાયેલી કલમ ૩૭૦થી પણ છૂટકારો મેળવવો જ પડે અને વિલય સમજૂતી પૂર્ણત: સુધારો કરવી જ પડે તે નિર્વિવાદ છે.