મતગણતરી પૂર્ણ થયાં બાદ ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (EVM)નો ડેટા સુરક્ષિત રાખવાવાળી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી તેમના દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે ઈવીએમનો ડેટા ડિલિટ કરવાનો નથી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સુનાવણી કરતાં આવો ઓર્ડર આપ્યો હતો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા EVM ની ચકાસણી અંગે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે EVM સાથે છેડછાડ થાય, તેથી તેને સુરક્ષિત રાખવો જરુરી છે.
હારેલા ઉમદવારો સ્થિતિ જાણી શકે
ચીફ જસ્ટિસે એવું કહ્યું કે જો હારેલા ઉમદવારો સ્થિતિ જાણવા માગતા હોય તો તો એન્જિનિયર ખુલાસો આપી શકે છે અને તેમાં કોઈ છેડછાડની વાત નથી.
ચૂંટણી પંચે ઓર્ડર માથે ચઢાવ્યો
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટનો આ ઓર્ડર માથે ચઢાવ્યો છે. ચૂંટણી પંચે સુપ્રીમમાં એવું કહ્યું કે તેના આદેશનું પાલન કરવામાં આવશે.
કોણ કરી હતી અરજી
હકીકતમાં ઈવીએમ ડેટાને સુરક્ષિત રાખવાની અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવાયું હતું કે ઈવીએમ સાથે છેડછાડ થઈ નથી તેવું સાબિત કરવા માટે ઈવીએમની મેમરી અને માઈક્રોકન્ટ્રોલરની એન્જિનિયર દ્વારા ચકાસણી થવી જોઈએ.