પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને કોઈ રાહત મળી નથી.
Supreme Court refuses to interfere with the Calcutta High Court order which allowed Central agencies to question TMC leader Abhishek Banerjee in the matter relating to teachers' recruitment irregularities in West Bengal.
(File photo) pic.twitter.com/31SbWNRJNw
— ANI (@ANI) July 10, 2023
સુપ્રીમે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર સ્ટે આપવાનો અરજી ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટે અભિષેક સામે તપાસનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જો અભિષેક બેનર્જી ઇચ્છે તો તે આ કેસને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.
ED ઓફિસમાં હાજર થવાનો ઇનકાર
નોંધનીય છે કે, અભિષેક બેનર્જીએ ED ઓફિસમાં હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ જન સંજોગ યાત્રામાં વ્યસ્ત છે અને આ કારણે તેઓ ઓફિસ પહોંચી શકશે નહીં.
બેનર્જીએ EDને પત્ર લખ્યો
TMC નેતા અભિષેક બેનર્જીએ પણ આ અંગે EDના સહાયક નિર્દેશકને પત્ર લખ્યો હતો. આમાં તેણે કહ્યું, ‘હાલમાં, હું કોલકાતામાં નથી અને પશ્ચિમ બંગાળના લોકો સાથે જોડાવા માટે રાજ્યવ્યાપી મુલાકાતના ભાગરૂપે પ્રવાસ કરી રહ્યો છું. વધુમાં, રાજ્યની પંચાયતની ચૂંટણી 8મી જુલાઈએ યોજવાની જાહેરાત થઈ હોવાથી હું તૈયારીમાં વ્યસ્ત છું. માંગવામાં આવેલી મોટાભાગની માહિતી અને દસ્તાવેજો યોગ્ય સરકારી વિભાગો પાસે પહેલેથી જ ઉપલબ્ધ છે.