ટાઉન પોલીસે ગાડીના ચાલક અને પાયલોટિંગ કરતા ગાડી ચાલકની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી.
મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ ઝડપાતાં પીલીસે ગાડી અને અન્ય ગાડીનો કબજો લઇ ઝડપાયેલા ગાડી ચાલક અને પાયલોટિંગ કરતી ગાડીના ચાલકની પૂછપરછ હાથ ધરી છે. માંસનો જથ્થો ગોધરા લઇ જવાતો હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.
પોલીસે ગાડીના ચાલક ગુલાબનબી મુસ્તુફાને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ માંસની હેરાફેરીમાં પાયલોટિંગ કરતાં ગાડીના ચાલક અલ્તાફ નામના શખ્સની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. ટાઉન પોલીસે માંસનો જથ્થો મોડાસા શહેરમાં ક્યાંથી આવ્યો અને કયાં લઇ જવાતો હતો તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. માંસનો આ જથ્થો ગોધરા ખાતે ચકુરાબેન નામની મહિલાએ મંગાવ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે.ઝડપાયેલ માંસ ગૌમાંસ છે કે અન્ય કોઈ પશુનું અથવા પ્રાણીનું છે તે માટે ટાઉન પોલીસે એફ એસ સેલ અને નિષ્ણાંતોની મદદ લઈને તેને પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.