બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા, અનીડા અને ખીજડિયાના સીમાડે, અને કાળુભાર, સીતાપરી અને ભારડા નદીના ત્રિવેણી સંગમે કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલતું પાંડવ કાલીન પ્રાચિન અને ઐતિહાસિક બેલનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહિં શ્રાવણ માસ, શિવરાત્રી સહિત ધાર્મિક તહેવારોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરે છે. ત્રણ નદીના કાંઠે આવેલું રમણીય સ્થળ બેલનાથ મહાદેવ મંદિર ગઢડા પંથકનુ આસ્થાનું કેન્દ્ર છે.
કથા વીરતા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. વીર અરજણસિંહજી ગોહિલની આ શૌર્યગાથા તેમની અટળ ભક્તિ અને અસાધારણ શૌર્યને દર્શાવે છે. બેલનાથ મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ વીરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક પણ છે.
જે રીતે તેઓ મહાદેવની પૂજા દરમિયાન પણ નિર્ભય રહેતા અને ધર્મપ્રતિ અનન્ય વિશ્વાસ રાખી લડ્યા, તે તેમના અદ્ભુત શૌર્ય અને ભક્તિની સાબિતી આપે છે. 1200 દુશ્મનો સામે મસ્તક વિહોણું ધડ લડતું રહ્યું, તે ઘટનાએ તેઓને અજે પણ અમર બનાવ્યા છે.
બેલનાથ મહાદેવ મંદિરની આધ્યાત્મિક શક્તિના અનેક પરચા પ્રસિદ્ધ છે. એક વખત નદીમા પુર આવ્યું ત્યારે મંદિરમાંથી નંદીની મૂર્તિ નદીના પૂરમા તણાઈ ગઈ હતી. જ્યારે ભક્તો મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે મૂર્તિ ન હતી. પરંતુ બીજા દિવસે નદીના પૂરમાં તણાઈ ગયેલી નંદીની મૂર્તિ પોતાની જગ્યા પર પાછી આવી ગયેલી હતી. ત્યારથી બેલનાથ મહાદેવ પ્રચલિત થયું છે અને આજે પણ આ મંદિર આસ્થા અને વીરતાના પ્રતીક તરીકે ઊભું છે.
જંગલ વિસ્તાર અને નદી કાંઠે કુદરતી વાતાવરણમાં આવેલા બેલનાથ મહાદેવ મંદિરે ગઢડા તેમજ આસપાસના ગામોના શ્રધ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા આવે છે. બેલનાથ મહાદેવ મંદિરે દર મહિનાની ચૌદસે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન ભાવિક ભક્તો ભજન કિર્તન કરી મંદિરના વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. મંદિરે દરરોજ મહાદેવનો અભિષેક અને મહાઆરતી કરવામાં આવે છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા, અનીડા, ખીજડિયાના સીમાડે, અને કાળુભાર, સીતાપરી, બારડા નદીના ત્રિવેણી સંગમ પર આવેલુ ઐતિહાસિક વારસો ધરાવતું અને વીર અરજણજી ગોહિલની શૌર્યગાથાનું સાક્ષી બેલનાથ મહાદેવનું 629 વર્ષ જૂનું મંદિર આસ્થા, વીરતાનું પ્રતિક અને શ્રદ્ધાળુઓની માટે આકર્ષણનું કેન્દ્ર છે.