ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ શપથવિધિ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 મંત્રીઓએ પદ અને ગુપ્તતાનો શપથ લીધો.
શપથગ્રહણ સમારોહમાં રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) તરીકે શપથ લીધો. હર્ષ સંઘવી ગુજરાતના અત્યાર સુધીના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. સુરતના લોકપ્રિય યુવા નેતા તરીકે ઓળખાતા હર્ષ સંઘવીને ભાજપ હાઈકમાન્ડે રાજ્યના શક્તિશાળી પદ પર બિરાજમાન કરીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.
LIVE: ગુજરાત રાજ્યના પદનામિત મંત્રીશ્રીઓનો ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ. https://t.co/OsF6EMbBYW
— BJP Gujarat (@BJP4Gujarat) October 17, 2025
આ નવનિયુક્ત મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 મંત્રીઓનો સમાવેશ છે, જેમાં 6 જૂના મંત્રીઓને ફરી સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે 19 નવા ચહેરાઓને મંત્રિમંડળમાં સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓમાં જીતુ વાઘાણી, નરેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા જેવા અનુભવી નેતાઓનો પણ સમાવેશ છે, જેમણે શપથગ્રહણ કર્યો છે.
શપથવિધિ દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા, ભાજપના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અને વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સમર્થકો હાજર રહ્યા હતા. શપથગ્રહણ બાદ ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ સાથે બેઠક કરશે, જેમાં દરેક મંત્રીને તેમની વિભાગીય જવાબદારી (Portfolio) સોંપવામાં આવશે.
નવા મંત્રીમંડળમાં પાટીદાર, OBC, SC, ST અને મહિલાઓને સંતુલિત પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જે પ્રદેશ અને સમાજના તમામ વર્ગોને પ્રતિબિંબિત કરે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દરેક મંત્રીને સંવિધાનપ્રતિ નિષ્ઠા રાખવાની અને નિષ્પક્ષપણે ફરજ બજાવવાની શપથ અપાવી.
આ નવી કેબિનેટ સાથે ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે યુવા નેતૃત્વ અને પ્રાદેશિક સંતુલન પર ભાર મૂક્યો છે, જે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel