Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

ભારત

2,438 stories

ચૈતર વસાવા અને AAPની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ, રાષ્ટ્રની અખંડિતતા પર સવાલ

ગુજરાતના રાજકારણમાં હાલમાં આદિવાસી હકો, અલગ રાજ્ય અને કથિત ‘ભીલ રાષ્ટ્ર’ના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની રાજકીય લાઇનને લઈને રાષ્ટ્રવાદી સંગઠનો અને વિરોધી પક્ષોમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.…

· 5 min read

UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, SPIPAમાં તૈયારી કરતા યુવકોને ₹1.55 લાખ અને યુવતીઓને ₹2.05 લાખ સુધી સહાય

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા SPIPA એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને મળતી નાણાકીય પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો…

· 5 min read

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત : નાયરા એનર્જીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર સસ્તુ કર્યું

જુલાઈ મહિનાની શરૂઆતમાં વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ફ્યુઅલ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો ઘટાડો જાહેર કર્યો છે. નવી કિંમતો 1 જુલાઈ 2026થી નાયરા એનર્જીના દેશભરના ફ્યુઅલ…

· 4 min read

ગુજરાત બનશે ઇકો-મરીન ટૂરિઝમનું હબ, પિરોટનથી બેટ દ્વારકા સુધી પ્રવાસનને નવી ઉડાન

1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા, પિરોટન જેવા જૈવવૈવિધ્યથી ભરપૂર ટાપુઓ અને ડોલ્ફિન-ટર્ટલ જેવી દરિયાઈ સંપદાથી સમૃદ્ધ ગુજરાત હવે ઇકો અને મરીન ટૂરિઝમ ક્ષેત્રે મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઇકો-ટૂરિઝમ, મરીન ટૂરિઝમ અને આઇલેન્ડ ડેવલપમેન્ટને…

· 4 min read

ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાનો સંકલ્પ : ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગરથી પ્રારંભ, ગંદકી કરનારાઓને CMની કડક ચેતવણી

ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળોએ સામૂહિક સ્વચ્છતા, જનજાગૃતિ અને સ્વચ્છતા સંસ્કારને વેગ આપવાનો પ્રયાસ કરવામાં…

· 4 min read

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં

ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 7 મુજબ જરૂરી ધાર્મિક વિધિઓ અને રિવાજો…

· 5 min read

ગુજરાતના iNDEXTbનો વૈશ્વિક ડંકો : 11 દિવસમાં 350 એક્ઝિબિટર્સ જોડીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ રચ્યો

ગુજરાત સરકારની સત્તાવાર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી iNDEXTbએ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ મેળવી છે. સુરત ખાતે મે 2026માં યોજાયેલી Vibrant Gujarat Regional Conference – South Gujarat અંતર્ગત બિઝનેસ એક્ઝિબિશન માટે માત્ર 11 દિવસના ટૂંકા સમયમાં 350 એક્ઝિબિટર્સને એક મંચ પર લાવવા…

· 3 min read

બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું

થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાંઠા જિલ્લામાં General Stream (સામાન્ય પ્રવાહ) ઇંગ્લિશ મીડીયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ…

· 3 min read

શામલી ધર્માંતરણ કેસમાં મોટો વળાંક : મોહમ્મદ અલી બનેલા આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો, ઘરના મંદિરમાં કરી પૂજા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ચર્ચામાં રહેલા આયુષ મલિક ધર્માંતરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. શામલીના દવાના વેપારી દેવરાજ મલિકના પુત્ર આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યાનો દાવો કર્યો છે. પરિવાર દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં આયુષ પોતાના ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરતા…

· 4 min read

ગોધરા ગૌમાંસ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો કડક અભિગમ, મોહમ્મદ આરિફની જામીન અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે ગૌમાંસ સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી મોહમ્મદ આરિફ અબ્દુલ રઝાક સામોલની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટએ નોંધ્યું કે આરોપી સામે અગાઉ પણ સમાન પ્રકારના આઠ ગુનાઓ નોંધાયેલા છે અને અગાઉ જામીન મળ્યા પછી પણ તે ફરી સમાન…

· 4 min read