Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી

નડીયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં તા. ૦૮-૦૩-૨૦૨૪ શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાલયમાં બરફના શિવલિંગ બનાવી હિમાલય ની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી હતી જેમાં નાનાં-નાનાં ભુલકાઓ…

· 1 min read

નડિયાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી : 40થી વધુ મહિલાઓનું સન્માન કરાયું

૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નડિયાદ શહેરમાં દિવસના આગળના દિવસે સમાજમાં સારી કામગીરી કરતી મહિલાઓને શોધી બહુમાન કરાયું છે, અંદાજીત 40 જેટલી મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ અંગે વિગતવાર જોઈએ તો, નડિયાદ શહેરની સામજિક સંસ્થા એવી અસ્મિતા…

· 1 min read

વડતાલમાં આજે ૫.૮૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન સંપન્ન.

વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે : ધારાસભ્ય પંકજ દેસાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વિખ્યાત યાત્રાધામ વડતાલ ખાતે આજે ૫.૮૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ આજે લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વડતાલ…

· 2 min read

મુખ્યમંત્રી કપડવંજના ૮.૫૮ કરોડના કામનું ડાકોરથી ખાતમુર્હુત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોમાં અંદાજિત રૂ. 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત અને રૂ. 130.09 કરોડના કામોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતા ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કામોનું તા. 08…

· 3 min read

વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકૂટ

વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવારે તા: 07 મી ના રોજ વિજયા એકાદશીના શુભ દિને વડતાલ - અમદાવાદ, ગઢપુર, સારંગપુર, કલાલી અને ધોલેરા મંદિરમાં દ્રાક્ષનો અન્નકૂટ થયો. લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. વડતાલ મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહરાજ તથા શ્રીલક્ષ્મીનારાયણ…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાનનો પ્રારંભ

આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર..૨૦૨૪ અને મોદીકી ગેરંટી અભિયાન શરૂ કરાયું છે, ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન હાથ ધરાવાનું છે, તે અંગે મીડિયાના પ્રતિનિધિઓને વિસ્તૃત વિગતો આપવા નડિયાદ સ્થિત ભાજપ…

· 2 min read

નડિયાદ કમલમમાં ગુજરાત રાજપૂત સેવા સમાજ અને કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારો ભાજપમાં જોડાયા

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને રાજ્યભરમાં રાજકિય ચહલ પહલ તેજ બની છે, પ્રદેશ કક્ષાએ અને જિલ્લા સ્તર પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જારી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વિજયભાઈ જીવાભાઈ પટેલ અને કઠલાલ તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રાયસિંગભાઈ…

· 1 min read

કપડવંજ પંથકના ખેડૂતોની માવઠાથી થયેલ નુકસાનની વળતરની પ્રબળ માંગ

તાજેતરમાં થયેલા માવઠાથી કપડવંજ પંથકના ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. તેમજ અનેક ખેડૂતોને વિવિધ પાકોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના નવાગામ, વ્યાસવાસણા,ઝંડા, નીરમાલી, કાવઠ,થવાદ,વડાલી વગેરે ગામોમાં માવઠાને કારણે ખેડૂતોના ઉભા મોલમાં વ્યાપક નુકશાન…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ‌. 250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નડિયાદ વિધાનસભાનો કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, પીપલગ રોડ, નડિયાદ ખાતે યોજાયો…

· 1 min read

કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલાએ પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી,જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષા…

· 3 min read